આટકોટ નજીકના મોટા દડવા ગામ પાસે ચાલીને જતા બાળકને બે ફિકર બાઈક સવારૅ ઠોકરે લેતાં માથા અને શરીરના ભાગે ઈજા ચાલક સામે ફરિયાદ
જસદણ તાલુકાના આટકોટ નજીકના મોટા દડવા ગામે માતૅલા સાંઢની માફક બે ફીકરાય પૂર્વક આવી રહેલા મોટર સાયકલ સવારૅ ચાલીનૅ જતા બાળકને ઠોકર મારતાં ગંભીર ઇજાઑ પહોંચી હતી આ અંગે બાળકના પિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કરશનભાઈ ગોવિંદભાઈ બાયાણીના પરિવારનો બાળક વિજય ગામમાં પટેલ સમાજની વાડી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બે વિકરાળ પૂર્વક બાઈક ચાલકે ઉત્સવ હરેશભાઈ ટોંગડિયા ટક્કર મારી હતી બાઈક સવાર મોટરસાઇકલ પૂરઝડપે અને બેદરકારીથી ચલાવીને આવ્યો હતો અને વિજયને ઠોકર મારી દીધી હતી
આ અકસ્માતમાં બાળકના માથાના ભાગે તથા શરીરના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આટકોટ પોલીસે ફરિયાદના આધારે બેદરકાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે