error: This Content is protected !!

સરધાર નજીકના સાજડીયાળીમા ચેક ડેમમાં ડૂબી જતાં મનુભાઈ સોલંકી અને તેમના બહેન કાંતાબેન સોલંકીના મૃત્યુ

નદીના કિનારે બહેન કપડા ધોતા હતાં ત્યારે ભાઇ ન્હાવા પડતાં ડૂબ્યા બચાવવા જતાં બહેન પણ ડૂબી ગયા પરિવારમાં ગામમાં ગમગીની

 

 

 

 

રાજકોટ ભાવનગર હાઈવે પરના સરધાર ગામે રહેતાં એક પરિવારના ભાઈ-બહેનના ચેક ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં પરિવારજનો અને ગામમાં એરરાટી વ્યાપી ગઈ છે જાણવા મળ્યા મુજબ સરધાર રહેતાં કાંતાબેન ગોરધનભાઈ સોલંકી ઉ.વ.૪૦ નામના મહિલા ગઇકાલે પોતાના ગામના

ચેકડેમ ખાતે કપડા ધોવા જઈ રહ્યા હતાં. આ વખતે તેમના મોટાભાઈ મનુભાઈ ગોરધનભાઈ સોલંકી ઉ.વ.૪૫ પણ સાથે ગયા હતાં. કાંતાબેન કપડા ધોઈ રહ્યા હતાં ત્યારે તેમના ભાઈ મનુભાઈ ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતાં. પણ તેઓ ઉંડા

પાણીમાં ગરક થવા માંડતા આ દ્રશ્ય જોઈ બહેન કાંતાબેન તેમને બચાવવા જતાં તે પણ ડૂબી ગયા હતાં મોડી સાંજ સુધી બંને ઘરે ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં ડેમના કાંઠે કપડા, ચપ્પલ વગેરે પડ્યા હોઈ બંને અંદર ડુબી ગયાની શંકા ઉપજી હતી. બનાવની જાણ થતાં રાજકોટ ઘંટેશ્વર એસડીઆરએફની ટીમના પીએસઆઈ આર. એ. ચુડાસમા અને ટીમના જવાનો તુરત જ જરૂરી બોટ, રીંગ સહિતના સાધનો સાથે પહોંચ્યા હતાં. પાણીમાં શોધખોળ બાદ આ ટીમે બંનેના મૃતદેહ શોધી કાઢી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ આજીડેમ પોલીસને થતાં પીઆઈ એચ.એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. મેહુલભાઈ ડી. મુંધવા સહિત ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતાં. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર મનુભાઈ સોલંકી બે ભાઈમાં મોટો હતો.

જ્યારે કાંતાબેન આ બે ભાઈના એકના એક બહેન હતાં. નાનો ભાઈ માનસિક અસ્વસ્થ હોઈ મોટા ભાઈ, બહેન તેને સાચવતા હતાં. કાંતાબેન છુટાછેડા બાદ દસેક વર્ષથી બંને ભાઈઓ સાથે જ રહેતાં હતાં. આ બનાવથી સોલંકી પરિવાર અને ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.