error: This Content is protected !!

આટકોટમાં કામધેનુ અંધ અપંગ ગૌશાળામાં દાતાના સહયોગથી મળેલ મગફળીનો પાલો યુવાન શ્રમ દાતાઓઍ ગોડાઉનમાં ભરી ગૌ સેવા કાર્ય કર્યું

રાજકોટ હલેન્ડા કોટડાપીઠા જસદણ જંગવડ આટકોટ લીલાપુર જસાપર પાંચવડા કાનપર ખારચીયા સહિત આસપાસના ગામોના ૬૫ યુવાનોઍ શ્રમ સેવા આપી

 

 

આટકોટમાં આવૅલ કામધેનુ અંધ-અપંગ ગૌશાળામાં ગૌસેવાના ઉમદા કાર્ય માટે ૬૫ યુવાનો એકત્ર થયા હતા. દાતાઓના સહયોગથી ગૌશાળામાં આવેલ મગફળીનો પાલો (ઘાસચારો) ગોડાઉનમાં ભરવાની કામગીરી યુવાનોએ નિઃસ્વાર્થભાવે હાથ ધરી હતી.

આ સેવાકાર્યમાં આટકોટ ઉપરાંત જસદણ, લીલાપુર, જંગવડ, કોટડાપીઠા, પાંચવડા, જસાપર, કાનપર, ખારચીયા, હલેન્ડા અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ૬૫ સેવાભાવી યુવાનો જોડાયા હતા ગૌશાળામાં. પાલો ગોડાઉનમાં ભરવાની કામગીરી દરમિયાન તમામ યુવાનોએ રાત્રિનાં ૧૨ વાગ્યા સુધી અથાક મહેનત કરી ગૌસેવામાં પોતાનું શ્રમ દાન આપ્યું હતું. યુવાનોની આ નિઃસ્વાર્થ સેવા બદલ કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા તમામ સેવાભાવી યુવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સેવાકાર્યમાં જોડાયેલા યુવાનોનો ઉત્સાહ વધારવા માટે મારુતિ સેલ્સના દામજીભાઈ રોકડના સહયોગથી તમામ સેવાભાવી યુવાનો માટે પાઉંભાજીના મહાપ્રસાદ સાથે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંધ-અપંગ ગાયોની સેવા માટે યુવાનો દ્વારા કરવામાં આવેલી આ નિઃસ્વાર્થ કામગીરી ગૌસેવા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની હતી.