ભગવાન સૂર્યનારાયણૅ પૃથ્વીને તાપથી બચાવવાનું વચન માતાજીનું તપભંગ રવિ રાંદલ ના લોટા તૅડવા દરમ્યાન ઘોડો ખુંદવાની પ્રથા લોટા જોડમા શા માટે ટૂંકો ઇતિહાસ
દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઇ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલનું તપ ભંગ કરે છે.
અશ્વ (ઘોડો) અને અશ્વિની (ઘોડી)નાં નસ્કોરામાંથી દેવો ના વૈદો એવા અશ્વિની કુમારો નું સર્જન થાય છે. ભગવાન સૂર્યનારાયણે દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાની સોળ કળાની તેજમાંથી પૃથ્વીને તાપથી બચાવવાનું માં રાંદલ વચન માંગે છે.
મા રાંદલ ના તપથી પ્રસન્ન થઇ સૂર્ય નારાયણ દેવ વરદાન આપે છે
આમ રાંદલમાતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ (સૂર્ય ભગવાને વસાવેલું નગર) ત્યારનું ‘સુરજ’ અને આજનું ‘સુરત’ તે આ દિવ્ય તપોભૂમિ ! ત્યાં તાપી નદી અને અશ્વિની કુમાર માર્ગ પણ છે રાંદલ ને લઈને ભગવાન સૂર્યનારાયણ ધરે પરત આવે છે અને માં રાંદલ છાયામાતા ને પણ વચન આપે છે કે મારી ગેરહાજરી મા તમે ભગવાન સૂર્યનારાયણ ની સેવા કરી છે તો હવેથી મારો એક 'લોટો' નહી પણ જોડ મા 'લોટા' તેડાશે, એક અસલ 'રાંદલ' સ્વરૂપે અને બીજું ‘છાયા’ સ્વરૂપે
સવારે સૂર્યોદય પછી રાંદલ માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા
હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે માતાજી ના ગરબા, ભજન કિર્તન અને સૂર્યનારાયણ ભગવાનનો ઘોડો ખુંદાવા નું મહત્વ છે આપણે ગુજરાતીઓનાં તમામ શુભ પ્રસંગોમાં રાંદલ ના લોટા તેડવાની પૂજન-વિધિ કરે છે. લગ્નમાં, શ્રીમંત, સંતાન જન્મ પછી, જનોઈ, વાસ્તુ પ્રસંગે અને ખુશીથી પણ ‘રાંદલ ના લોટા' તેડવાનો પ્રસંગ દરેક ગુજરાતી સમાજમા ધામધૂમથી ઉજવાય છે.
રાંદલનું સ્થાપન (લોટા) કરનારને સુખ, સમૃધ્ધિ,અને શાંતિ પ્રદાન થશે આજે સૌરાષ્ટ્રમાં આવેલ ગોંડલ-વાસવડ પાસે રાંદલ ના દડવા ગામે માતા રાંદલનું મુખ્ય પ્રાચીન અને સુ-પ્રસિધ્ધ વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી ૩૫કિમી. દુર ગોંડલ-મોવિયા-વાસાવડ માર્ગે આવેલા "રાંદલ ના દડવા" ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રીમાં દર્શન અલૌકિક અનુભૂતી થાય છે