વિંછીયા ના હિંગોળગઢ પર ચોમેર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા હતી એક કોઠાના ખાસ નિર્માણથી આખા ગામનું પેટ્રોલિંગ થતું હતું
રાજાશાહી વખતમાં સીસીટીવી કેમેરા હતા વાંચીને નવાઈ લાગશે પરંતુ આ સાચું છે પોલીસ પટેલ અને રાજવી પ્રજાના રક્ષણ માટે એલર્ટ રહેતા
જસદણ પાસેના અનૅ વિંછીયા તાલુકાના પ્રાચીન ઐતિહાસિક ગઢ ગણાતા હિંગોળગઢ પર એ વખતે પણ સી.સી.ટી.વી કેમેરા હતાં. વાંચીને નવાઈ લાગી નૅ પરંતુ આ સાચું છે આ ગઢનું જ નહીં પરતું અહીંથી આખા ગામનું પેટ્રોલિંગ થતુ. આ ગઢમાં ખાસ એક કોઠાનું નિર્માણ કરાયું હતું. જેમાંથી પોલીસ પટેલ રાજવી પ્રજાના રક્ષણ માટે સતત એલર્ટ રહી પેટ્રોલિંગ કરતા. તેમજ અહીં કોઠા ફરતી બારીઓ મૂકવામાં આવી હતી અને તેમાંથી ચોમેર ધ્યાન રખાતું હતું. એ વખતે રાજા પ્રજા માટે પોતાના પ્રાણની પરવા કર્યા વગર રક્ષણ કરતા, આજે સિનારિયો બદલાયો છે. ચૂંટણી પહેલાં દોડાદોડી કરતા ઠાલા વાયદાઓ અને વચનો આપતા અને ચૂંટાયા પછી નાના કાર્યકરોને પણ ભૂલી જતા આજના રાજ નેતાઓ પછીથી શોધ્યા નથી જડતા ઘણા પંથકોમાં ફલાણા નેતા ખોવાયા છે તેવા બોર્ડ મુકાયાના પણ દાખલા છે