શિયાળાની સવારની આહલાદતા ગાયબ બેવડી ઋતુનો માર ઉનાળા જેવી ગરમીનો અહેસાસ ઠંડી ગરમીના ચક્કરમાં વાયરલ તાવ શરદી ઉધરસ ના કેસ વધ્યા
ઓણ સાલ અલ નીનોના પ્રભાવના લીધે તમામ સ્તરે ફેરફાર દેખાઈ રહ્યો છે.ઋતુ ચક્ર ડામાડોળ થઈ ગયું છે રાજ્યમાં હવામાને પલટો માર્યો છે અને લોકો બેવડી ઋતુનો મા સહન કરી રહ્યા છે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરે આકરા તાપનો સામનો કરવો પડે છે બે ઠંડી અને ગરમી બેવડી ઋતુના કારણે વાયરલ તાવ શરદી ઉધરસ સહિતના કેશ વધ્યા છે હાલ સૌરાષ્ટ્રમાં ચોમાસું સરખું જામે તે પહેલાં તો વિદાય થઈ ગયું, ગરમી લાંબો સમય રહી અને શિયાળો વિધિવત શરૂ થઈ ગયો, હેમંત ઋતુ બેસી ગઈ છતાં ગરમી જવાનું નામ લેતી નથી. ઉનાળે પણ અહેસાસ ન થાય તેટલી અને તેવી ગરમીનો અત્યારે શિયાળે અનુભવ થઈ રહ્યો છે. જો કે સમી સાંજે થોડી ઠંડક અનુભવાઈ રહી છે અને ધુમ્મસી સવાર શિયાળાનો અહેસાસ કરાવે છે, બાકી તો દિવસભર તો આકરો તાપ જ સહન કરવો પડી રહ્યો છે. હલકી ગુલાબી ઠંડકનો અહેસાસ કરવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવા જેવી ખરી.ખુલ્લા આસમાન નીચે, લીલી વનરાજીમાં ટહેલતાં ટહેલતાં સોનેરી સવારને માણવાનો અવસર ચૂકવા જેવો નથી