error: This Content is protected !!

રાજકોટમાં સરસ મેળાનૉ મંત્રી કુંવરજીભાઈ દ્વારા શુભારંભ ૧૩ રાજ્યોના ૧૫૪ સ્વસહાય જૂથોના ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર પાંચ જૂથોને રૂ. ૨૨ લાખની લોન સહાય

સખીમંડળોની બહેનોને આર્થિક રીતે પગભર બનાવી તેમના કૌશલ્યને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ :માર્કેટિંગ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે

 

 

 

રાજકોટના રેસકોર્સ ખાતે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘સરસ મેળો-૨૦૨૬’નો શુભારંભ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યો હતો 

સખીમંડળની બહેનો આર્થિક રીતે પગભર બને તે દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની બહેનો ખૂબ જ ચીવટ અને મહેનતથી કામ કરી રહી છે અને પોતાના કૌશલ્યને વિવિધ ઉત્પાદનોના સ્વરૂપમાં બજાર સુધી પહોંચાડી રહી છે મંત્રી કુંવરજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ખુમારી, મહેમાનગતિ, ઉદારતા અને ઉદ્યોગસાહસિકતા એ આ વિસ્તારની આગવી ઓળખ છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની બહેનો પોતાની કળા અને કૌશલ્ય થકી આ વિસ્તારની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે. ‘સરસ મેળો’ જેવા આયોજનો દ્વારા આ બહેનોના ઉત્પાદનોને વિશાળ બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે.

મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સખીમંડળની બહેનોને માર્કેટિંગ સપોર્ટ મળી રહે તથા ઈ-માર્કેટના માધ્યમથી તેમના ઉત્પાદનો અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સહાય કરવામાં આવી રહી છે. આ હેતુસર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોને સ્થાનિક બજારની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવી તકો ઉપલબ્ધ બનશે.

રાજકોટ ખાતે તા. ૨૫ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલા નેશનલ સરસ મેળા-૨૦૨૬માં દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૫૪ સ્વસહાય જૂથો જોડાયા છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, આસામ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોની મહિલા સ્વસહાય જૂથોની ભાગીદારી મેળાની રાષ્ટ્રીય વ્યાપકતાને ઉજાગર કરે છે. રાજકોટ જિલ્લાના ૪૩ જેટલા સખીમંડળો પણ મેળામાં સહભાગી બન્યા છે. આ તકે મેળાની મુલાકાત લઈને મહાનુભાવોએ મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.