error: This Content is protected !!

જસદણના નવા જસાપર અને જુના જસાપર ગામનૅ જોડતા મહત્વના સીસી રોડ અને બ્રિજનું રૂ,૨,૪૦ કરૉડના ખર્ચે ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

સીસી રોડ અને બ્રિજનું કામ પૂર્ણ થતા સ્થાનિક પરિવહન ક્ષમતામાં મોટો સુધારો થશે ચોમાસા દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે

 

જસદણ તાલુકાના નવા જસાપર અને જુના જસાપર આ બંને ગામોને જોડતા અતિ મહત્વના રસ્તાનુ સીસી રોડ તથા બ્રિજનું ખાતમુહૂર્ત મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવ્યું હતું કે જસદણ અને વિછીયા વિકાસના પંથે આગળ વધતા આપણા ગામડાઓ ગ્રામ્ય પંથકના લૉકૉનૅ સુવિધાઓ સાથે વિકાસના મીઠા ફળ છેવડાના માનવી સુધી પહોંચે તેવી સરકારની નેમ છે 

ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સુખાકારી તથા પરિવહન સેવાને વધુ સુવિધાજનક બનાવવાના સંકલ્પ સાથે અંદાજે રકમ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે નવીન સી. સી. રોડ તથા નવા જશાપર–જુના જશાપર વચ્ચેના રસ્તા પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ બંને પ્રકલ્પો પૂર્ણ થતાં સ્થાનિક પરિવહન ક્ષમતામાં મોટો સુધારો થશે, ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેમજ ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે સરપંચ પ્રતિનિધિ ધર્મેશભાઈ સોથાણી. ઉપસરપંચ ધર્મેશભાઈ. જયેશભાઈ ઢોલરીયા. રોહિતભાઈ વાસાણી ગોવિંદભાઈ ભાયાણી સાણથલી જિલ્લા પંચાયતના સદસ્ય હરેશભાઈ કચ્છી આટકોટ જિલ્લા પંચાયતના નિલેશભાઈ હિરપરા મોટા દડવા ના ઉધોગપતિ ગિરધરભાઈ વેકરીયા જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી,વી ભાયાણી નોરતી બેન કાછડીયા તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ પ્રકાશભાઈ કાછડીયા સહિત આજુબાજુના ગામોના સરપંચો આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા