આટકોટ ચિતલીયા નૅ જૉડતાં ૪ કિમી ના મહત્વના રૉડનુ ૩ કરોડના ખર્ચે કામ શરૂ થતાં વાહન ચાલકો ખેડૂતો ખુશખુશાલ ધારાસભ્ય બાવળીયા નો આભાર વ્યક્ત કર્યો
માત્ર ચાર કિમી ના આ રસ્તા થી ખેડૂતોને વાડી ખૅતરૅ જવા તથા આટકોટ ચિતલીયા થી જસદણ અને જસદણ ચીતલીયા થી આટકોટ આવવું જવું સરળ બનશે
જસદણ તાલુકાના આટકોટ ગામથી ચીતલીયા ગામને જોડતા ચાર કિલોમીટરના રસ્તાનું રૂ. 3 કરોડના ખર્ચે કામ શરૂ કરવામાં આવતા બંને ગામના ખેડૂતો વાહનચાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે આ બાબતે બંને ગામના લોકોએ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈ તુરંત રસ્તા નું કામ શરૂ કરવતા ધારાસભ્યનું બંને ગામના પ્રજાજનો એ ખૉબલૅ ખૉબલૅ આભાર પ્રગટ કર્યો છે ચોમાસામાં સતત પાણી વહેવાથી ખરાબ થયેલા આ માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિક વાહનચાલકો અને ખેડૂતોને આટકોટ અવરજવર માટે ટૂંકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે.
આટકોટ-ચીતલીયા રસ્તા પર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતું હતું, જેના કારણે વાહનો ચલાવવા અત્યંત મુશ્કેલ બન્યા ત્યાં હતા માર્ગના સમારકામ માટે નવા આસપાસના ખેડૂતો અને આ સ્થાનિકોએ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે રૂ. 3 કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી
ચાલુ કરી દેવાઈ છે. આ રસ્તો બનવાથી વિસ્તારના વેપારીઓના વેપાર-રોજગારમાં પણ વધારો થશે માત્ર ચાર કિલોમીટરનો આ રસ્તો બનવાથી આટકોટ થી ચીતલીયા થઈ જસદણ અને જસદણ થી ચીતલીયા થઈ આટકોટ આવા ગમનમાં બીજો વિકલ્પ મળશે