જસદણમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં આદર્શ રક્તદાતાઓ દ્વારા 63 બોટલ રક્ત એકત્ર થયું આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટૅ સૌનો આભાર પ્રગટ કર્યો
જસદણના આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે વઘાસિયા વાડી ખાતે યોજાયેલ 17 માં રક્તદાન કેમ્પમાં 63 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું રક્ત અન્ય લોકોની જીવન બચાવવા જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાનના આ મહા યજ્ઞમાં જોડાઈ રક્તદાન કરવા બદલ રક્તદાતાઓનો ટ્રસ્ટ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણીય અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા દર ત્રણ માસે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત 25/10/2026 રવિવારે આયોજિત 17 મા રકતદાન કેમ્પમા સૌ પરોપકારી રક્તદાતાઓ અને ટ્રસ્ટ ના સ્વયં સેવકો ની સેવા થકી 63 બોટલ રક્ત એકઠું થયેલ
આવા જ ઉત્સાહ સાથે 18મા રકતદાન કેમ્પ મા ફરી મળવાની આશાઓ સાથે આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ સૌનૉ આભારી વ્યક્ત કર્યો છે