વીંછિયાના મોટા માત્રામાં ભાવાભાઈની વાડીમાં વીજળી પડતાં ભેંસનું મોત પશુપાલકને નુકસાન સરપંચ અને તલાટીએ ઘટનાનૉ ફલડ કંટ્રોલને રિપોર્ટ કર્યો
જસદણ વિંછીયામા વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન જિલ્લા પંચાયતના ફ્લડ કંટ્રોલરૂમ ખાતે વીજળી પડવાના બનાવો નોંધાયો છે જેમાં એક પશુપાલકની ભેંસનું મોત નીપજ્યું છે વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે આવેલી ભાવા કેહરભાઈ પરમારની વાડીમાં અચાનક વીજળી ત્રાટકી હતી. આ દુર્ઘટનામાં વાડીમાં રહેલી ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વીજળી પડવાથી ભેંસનું મૃત્યુ થતાં પશુપાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાવ અંગેની જાણ થતાં જ ગ્રામપંચાયતના તલાટી મંત્રી અને સરપંચ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરી જિલ્લા પંચાયત કંટ્રોલરૂમ ખાતે રિપોર્ટ કર્યો હતો