error: This Content is protected !!

રાજકોટ જિલ્લામાં યુવા ઉત્સવ સ્પર્ધા નું આયોજન રસ ધરાવતા કલાકારો ૨૧મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા અનુરોધ

ગાંધીનગર યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી રાજકોટ દ્વારા કવિતા લેખન લોકગીત ચિત્રકામ નાટક લોક નૃત્યની જિલ્લા કક્ષા રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ યુવા સ્પર્ધા યોજાશે

 

 ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જિલ્લાકક્ષા રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ ક્રમશ યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવ અંતર્ગત લોકનૃત્ય લોકગીત, ચિત્રકામ, કવિતા લેખન તેમજ નુક્કડ નાટક જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સ્પર્ધાઓમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા વિદ્યાર્થી તેમજ બિન-વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. સ્પર્ધકની વયની ગણતરી તા. ૧૭/૦૮/૨૦૨૬ ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે, જ્યારે સહાયકની વયમર્યાદા ૧૮ થી ૪૦ વર્ષની રહેશે.  

જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રાજકોટ શહેર અને ગ્રામ્ય કક્ષાના કલાકારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને આધારકાર્ડની નકલ સહિત “જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે મોકલી આપવાનું રહેશે. આ અરજીઓ તા. ૨૧/૧૦/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફતે પહોંચતી કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની સંબંધિત કલાકારોએ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.