જસદણ નગર પાલિકા દ્વારા આયોજિત શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળા નૉ આટકોટ રોડ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના હસ્તે શુભારંભ થશે
તા, 29 થી તા, 7 મી સુધી ચાલનારા મેળામાં સ્વદેશી પ્રોડક્ટ સ્થાનિક વેપારીઓ સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવાનો હેતુ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી
સખીમંડળોની બહેનોને આર્થિક રીતે પગભર બનાવી તેમના કૌશલ્યને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ મંત્રી બાવળીયા
જસદણ નગરપાલિકા દ્વારા ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી શહેરી વિકાસ વર્ષ 2026 અંતર્ગત જસદણ સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જે આટકોટ રોડ પંચમુખી હનુમાનજી મંદિર સામે નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં તારીખ 29 ના રોજ ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે શુભારંભ થશે જૅમા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા વેપારી મહામંડળના પ્રમુખ અશોકભાઈ ધાધલ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી,વી, ભાયાણી સહિત આગેવાનો મેળાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેશે સ્વદેશી મેળાના હૅતુ અંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે
સખીમંડળની બહેનો આર્થિક રીતે પગભર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની બહેનો પોતાની કળા અને કૌશલ્ય થકી આ વિસ્તારની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે. સ્વદેશી મેળા જેવા આયોજનો દ્વારા આ બહેનોના ઉત્પાદનોને વિશાળ બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે