કંડોરણાના જ ભાજપના આગેવાનોનો પત્ર વાયરલ ભાજપમાં લડાઈ ખુલ્લી હવે રાદડીયા સામે લેટરબોંબ
પાયાના કાર્યકરો હાસ્યમાં ધકેલાયા લોધિકા સંઘની ચુંટણીથી જીલ્લા ભાજપમાં શરૂ થયેલા આંતરિક લબકારા વચ્ચે પત્ર સૂચક હોવાની રાજકીય ચર્ચા
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીથી ભાજપમાં સર્જાયેલો ભડકો હજુ શાંત થતો નથી. આંતરિક લડાઈ સહકારી ક્ષેત્રથી બહાર નીકળીને પશ્ચીમ સ્તરે પહોંચી હોય તેમ જામકંડોરણાના જ ભાજપ આગેવાન દ્વારા ધારાસભ્ય અને સહકારી નેતા જયેશ રાદડીયા સામે ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પાઠવાયેલો પત્ર વાયરલ થયો છે.જામકંડોરણાના તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ ગોપાલ ફળદુના આ પત્રમાં જયેશ રાદડીયા તથા પરિવાર સામે સીધુ નિશાન તાકવામાં આવ્યું છે. તેમના દ્વારા ભાજપના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાયાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં તેમના દ્વારા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કાર્યવાહી કરાયાનો ઉલ્લેખ કરાયો છે પત્રમાં એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જામકંડોરણાની બેઠક પરથી રાદડીયા પરિવારની ઉમેદવારી હોય તો જંગી લીડ નીકળે છે. બાકી આર.ધડુક, મનસુખ માંડવીયા વખતે મામુલી સરસાઈ હતી.જુના કાર્યકરોને સાંભળીને તેઓની વેદનાને વાચા આપવા પણ પત્રમાં માંગ કરવામાં આવી છે. આ લેટર બોંબ પણ પ્રવર્તમાન આંતરિક વિવાદમાં ચર્ચાનો વિષય બન્યો છે. પત્ર લખનાર રાજકીય હાથો બન્યા છે કે પોતાની વેદના દર્શાવી છે. તે ચર્ચાનો વિષય છે. લોધીકા સંઘમાં જયેશ રાદડીયાએ એક જુથની તરફેણ કરી હતી. બીજા જુથને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટના આશિર્વાદ હોવાની ચર્ચા હતી. બન્ને આગેવાનો રાજકીય ક્ષેત્રમાં હરિફ ગણાય છે તેવા સમયે અને વિવાદ વખતે જ આ પત્રબોંબ ઘણો સૂચક ગણાય છે. જીલ્લા બેંક તથા રાજકોટ ડેરીની ચૂંટણી હજુ નહીં થાય
રાજકોટ જિલ્લાની મહત્વની સહકારી સંસ્થાઓ એવી જિલ્લા બેંક તથા રાજકોટ ડેરીની મુદત પણ ઘણા વખતથી પૂર્ણ થઇ ગઇ છે છતાં તેમાં ટુંકાગાળામાં ચૂંટણી થવાના હજુ કોઇ સંકેતો નથી.
રાજ્યના સહકારી વિભાગના સૂત્રોએ કહ્યું કે, સરકાર દ્વારા બેંક કે ડેરીની ચૂંટણી માટે કોઇ માર્ગદર્શન કે સુચના આપવામાં આવ્યા નથી. રાજ્યની અનેક સહકારી બેંકોની ચૂંટણી લાંબા વખતથી પેન્ડીંગ હોવા છતાં કોઇ કાર્યવાહી થતી ન હોવાથી ભાજપના જ એક વર્ગમાં ગણગણાટ છે.