વિંછીયાના હિંગોળગઢ ગામ નજીક બે મોટર સાયકલ સામસામા ટકરાતાં બંને બાઈક સવારો ફંગોળાયા ચાલકૉનૅ ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા
વીંછિયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા બંને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કોઈ કારણોસર બન્ને બાઇક ચાલકો સામસામે આવી ગયા હતા અને ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને ચાલક રોડ પર ફંગોળાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.. અકસ્માતને પગલે પસાર થતા વાહનના ચાલકોએ તરત જ 108ને જાણ કરી હતી અને ટીમે બન્નેને સ્થળ પર સારવાર શરૂ કરી વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બનાવની જાણ થતાં વીંછિયા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, ઈજાગ્રસ્તોની ઓળખ મેળવી પરિવારજનોને જાણ કરવા તજવીજ શરૂ કરી હતી.