વિંછીયા ના બિલેશ્વરમા કાલૅ ભાદરવીનો મેળો યોજાશે ભાડલા ગૅલ અંબૅ સતરંગ પીરની જગ્યા આટકોટ અંબાજી ઘેલા સોમનાથ સહિતના સ્થળૉઍ મેળા જેવો માહોલ સર્જાશે
ઘેલા સોમનાથ દાદા પર આપાર શ્રદ્ધા ધરાવતા મંત્રી કુવરજીભાઈ બાવળીયા મંદિરના મહંત વિક્રમગીરી બાપુ પુજારી હસુભાઈ જોશી માનદ સેવક મનુભાઈ શીલું
જસદણ વિંછીયા પંથકમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ ભાદરવી પૂનમ નિમિત્તેના ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરે મેળો ભરાશે આ ઉપરાંત સતરંગ પીરની જગ્યા આટકોટ અંબાજી મંદિર તેમજ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં મેળા જેવો માહોલ સર્જાશે બિલેશ્વર મહાદેવ સતરંગ પીર ની જગ્યા ઉપરાંત ઘેલા સોમનાથ મંદિર સહિત વિવિધ મંદિરોમાં અપાર શ્રદ્ધા ધરાવતા જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા પંથકના વિવિધ ધાર્મિક સ્થળો ઉપર યાત્રાળુ અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ માટે પૂરા પ્રયત્ન કરી કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રયત્નો કરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે ઘેલા સોમનાથ મંદિરના મહંત વિક્રમ ગીરીબાપુ પુજારી હસુભાઈ જોશી માનદ સેવક મનુભાઈ શીલુ સહિતનાઓ જ દ્વારા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુ ને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે અને દાદા ઉપર આભાર શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તો માટે સેવા માટે પ્રયત્નશીલ રહે છે ઉપરોક્ત ધાર્મિક સ્થળોએ પિતૃઓને પાણી રેડવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં ખાસ કરીને વિંછીયા ના પાસેના બિલેશ્વર મહાદેવ મંદિરે મેળો યોજાશે અને શિવ ભક્તિમાં લોકો લીન થઈ ધન્યતા અનુભવ છે હિન્દુ પરંપરા અને શાસ્ત્રો મુજબ પિતૃ તર્પણ અને પિતૃને પાણી રૅડવુ તે આદિ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા છે તે અનુસંધાને ઉપરોક્ત તમામ ધાર્મિક સ્થળો ઉપર માનવ મહેરામણ ઉમટ છે આવતીકાલે ઘેલા સોમનાથ મંદિરે વિવિધ ભક્તજનો દ્વારા મહાદેવજીના થાળ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું છે