error: This Content is protected !!

રાજકોટ બસ સ્ટેન્ડમાં મુસાફરને ઊંઘ આવી જતા રૂ. 35 હજાર ભરૅલ થૅલી લઈ ગઠીયૉ છૂ મંતર સીસીટીવીના આધારે પોલીસે તપાસ આદરી

પત્નીની સરવાર કરાવી પોતાના વતન જતા ગ્રામ્ય પંથકના ગરીબ મુસાફર ની રોકડ ભરેલ થેલી લઈ કરગઠિયો ભાગી જતા દોડધામ

 

રાજકોટના એસટી બસ ડૅપૉમા રોજ-બરોજ નાની-મોટી ચોરી છૅડતી સહિતની ગુનાખોરીની ઘટના બની રહી છે અને મુસાફરો છડેચોક લૂંટાઈ રહ્યા છે. ગત તા.3-9ના રાત્રીના મુસાફરને ઊંઘ આવી જતા રોકડ રૂ. 35 હજારની ભરેલો થેલો લઈને ચોરીનૅ મવાલી કરગઠિયો ઉડન છૂ થઈ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે પડધરીના હડમતિયા જંક્શન ખાતે રહેતા પ્રવીણભાઈ અણદાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે ગત તા.1ના રોજ પત્નીને સારવાર માટે રાજકોટ લઈ આવ્યા હતા અને દોશી હોસ્પિટલમાં પત્નીને બતાવ્યા બાદ તા.3-9ના રાત્રીના ગામ પરત જવા પત્નીને લઈને બસ સ્ટેન્ડ આવ્યા હતા અને 9 નંબરના પ્લેટફોર્મ પર હતા ત્યારે રાત્રે આશરે બે વાગ્યે નીંદર આવી જતા તેમની પાસે રહેલા રૂ.35 હજારની રોકડ ભરેલો થેલો ચોરીને કોઈ અજાણ્યો શખસ ઉડન છૂ થઇ ગયો હતો. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી એસ.ટી. બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.