મોટા દડવામાં દારૂનો દરોડો પાડવા ગયેલ આટકોટ પોલીસ ઉપર મહિલા બુટલેગરનો હુમલો પોલીસને રૂમમાં બંધક બનાવી માર માર્યો
ઝપાઝપી કરી મહિલા પીઆઈના હાથમાં બચકા ભરી લેવાયા બુટલેગર સુમન સોલંકીએ જાતે કપડા ફાડવાનો પ્રયાસ કરી ધમકી આપતા ફરિયાદ
આટકોટ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની જુદીજુદી કલમૉ હેઠળ મહિલા બુટલેગર અને તેના ત્રણ સંતાનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
આટકોટ નજીકના મોટા દડવા ગામે દારૂનો દરોડો પાડવા ગયેલો આટકોટ પોલીસની ટીમ પર મહિલા બુટલેગર અને તેના ત્રણ સંતાનોએ હુમલો કર્યો હતો. અને સરાજાહેર પોલીસને અસત્ય ઝપાઝપ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાથમાં બચકા ભરી લીધા હતા તેમજ પોલીસ ની ટીમને રૂમમાં બંધ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આટકોટ પોલીસે મહિલા બુટલેગર સુમન સોલંકી અને તેના ત્રણ સંતાનો સામે
ફરજમાં સ્કાવટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આટકોટ પોલીસ મથકના પીઆઈ આર.આર.રાઠોડ અને ટિમના એએસઆઈ મનીષભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ કાકડીયા, ભાવેશભાઈ પરમાર, સંજયભાઈ મેતાળીયા, કોન્સ. વનરાજભાઈ સાંકળીયા કોન્સ્ટેબલ અરવિંદભાઈ દુમાદીયા સાંજે સાત વાગ્યે દારૂ-જુગારની ડ્રાઈવ અંગે પેટ્રોલીંગમા હતા દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટાદડવા ગામે સુમનબેન વલકુભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠઠી ચલાવી દેશી દારૂનું વેચાણ કરે છે. જે હકીકતને આધારે પોલીસ ટીમે મહિલાના મકાનમાં દરોડો પાડતા દેશી દારૂ તથા આથાની તીવ્ર વાસ આવતી હોય આથી બંધ રૂમનો દરવાજો ખોલવાનું કહેતા બુટેલગર સુમન એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસને બેફામ ગાળો આપી પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરવા લાગી હતી. અને પોતાના કપડાં જાતે ફાડવાનો પ્રયાસ કરી પોલીસ કર્મીઓને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દરવાજાને ધક્કો મારી ખોલવાનો પ્રયત્ન કરતા અંદરથી
દરવાજો તેના સંતાનોએ ખોલેલ હતો. જેમાં સુમનની દિકરી સપના તથા તેનાથી નાની રાધિકા તથા દિકરો નિકુજ હોય જે રૂમની અંદર જઈ તપાસ કરતા દેશીદારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો મળ્યો હતો. જેથી નજીકમાંથી પંચને બોલાવી આગળની કાર્યવાહી કરતા સુમનઅને તેના ત્રણેય સંતાનો ઉશ્કેરાય ગયેલ હતા અને પોલીસને બેફામ ગાળો આપવા લાગેલ હતા. ગાળો આપવાની ના પાડતા ફરિયાદી સાથે જપાજપી કરવા લાગેલ હતા અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. જે મારામારીમાં પોલીસમેનને જમણા હાથે મુઢ ઈજા થઈ હતી.
સપના સોલંકીએ મહિલા પીઆઈ આર એમ રાઠોડને હાથમા બચકુ ભરી લીધેલ હતું. જયારે રાધિકાએ પણ જમણા હાથની કોણી પાસે બચકુ ભરી લીધેલ હતું. સુમને ઢીકાપાટુનો માર મારેલ હતો. જેથી અન્ય પોલીસ કર્મચારીઓ વચ્ચે પડતા તેઓની સાથે પણ હાથાપાઈ કરી ગાળાગાળી કરેલ હતી.
બનાવ અંગેકોન્સ્ટેબલ અરવિંદભાઈ દુમાદીયાની ફરિયાદ પરથી સુમનબેન વલકુભાઈ સોલંકી, સપના વલકુભાઈ સોલંકી, રાધિકા વલકુભાઈ સોલંકી અને નિકુંજ વલકુભાઈ સોલંકીનું. નામ આપતાં પોલીસે બીએનએસની કલમ ૧૨૧(૧),૨૨૧, ૧૨૭, ૧૩૨, ૩૫૧(૩), ૩૫૨, ૫૪ હેઠળ ગુનો નોંધ્યો હતો.
કાર્યવાહી કરતી વખતે પોલીસને રૂમમાં બંધક બનાવી
પોલીસને દેશી ઘરૂ અને સમાન મળી આવ્યો ત્યાં કાર્યવાહી કરી રહી હતી ત્યારે મહિલા બુટલેગર અને તેના સંતાનોએ બહારથી દરવાજો બંધ કરી દઈ પોલીસને બંધક બનાવી હતી. આથી પોલીસે કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા વધુ પોલીસ આવી ગઈ હતી અને દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા