જસદણમાં હરામખૉર જલ્લાદૉ દ્વારા સતત છઠ્ઠી વખત ગૌવંશ ઉપર એસિડ હુમલો થતા ફિટકાર જવાબદાર તંત્ર ઉપર લાખમણના સવાલો ઉઠ્યા
જીવદયા પ્રેમી રાજુભાઈ ધાધલ ની ટીમૅ પીડાથી કણસતા નંદી મહારાજનુ રેસ્ક્યુ કરી મેટોડા રામચરિત ફાઉન્ડેશન ખાતે મોકલી સારવાર શરૂ કરી છે
જસદણ શહેરમાં સતત છઠ્ઠી વખત નંદી મહારાજ ઉપર એસિડથી હુમલો થતાં નરાધમ હરામખોરો ઉપર ફીટકાર વરસી રહયૉ છે સાથે સાથે જવાબદાર તંત્રની કામગીરી સામે લાખ મણના વેધક સવાલો ઉઠવા પામ્યા છે
શ્રાવણ મહિનાના પાવન દિવસોમાં જસદણ શહેરના અમુક વિસ્તારોમાં અબોલ જીવો પ્રત્યે રાક્ષસી માયા દ્વારા નિર્દયતા પૂર્વકનું કૃત્ય આચારવામાં આવી રહ્યું છે. જે જીવદયાપ્રેમી માટે ખૂબજ દુઃખદ ઘટના કહેવાય આ પ્રકારનું અધર્મી કૃત્ય કોઈકાળે સહન કરી શકાય નહી. ગણતરીના પૂર્વ દિવસોમાં ૬ જેટલા અબોલજીવો ઉપર એસીડ ફેંકી જલ્લાદો શું સાબિત કરવા માંગે છે જીવદયા પ્રેમી રાજુભાઈ ધાધલ લાલાભાઇ મહારાજ નાગરાજભાઈ વાળા તેમજ તેમના મિત્રો દ્વારા એસિડ હુમલા થી કણસતા નંદી મહારાજનું રેસ્ક્યુ કરી મેટોડા રામચરિત ફાઉન્ડેશન ખાતે સારવાર અર્થે મોકલી આપેલ છે આ અંગે ગૌ પ્રેમી રાજુભાઈ ધાધલૅ જણાવ્યું હતું કે વારંવાર નંદી મહારાજ ઉપર એસિડ થી હુમલા થાય છે છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેતા ગૌ પ્રેમી લોકોમાં રોષ ભભુકી કી ઉઠ્યો છે શહેરના શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં આ ઘટના બનેલ હોય આવા જલ્લાદૉ ઉપર પીડાદાયક સજા કરવા માંગ કરી છે હાલ તૉ જીવદયા ટીમ સતત અબોલ જીવોને બચાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે. પરંતુ જવાબદાર તંત્ર ક્યાં પોઢી રહ્યું છે તેવા સવાલો ઉઠ્યા છે આવા મૂંગા પશુને પીડા આપનારા નરાધમો પ્રત્યે જરાપણ દયા ભાવના રાખ્યા વગર પિડા દાયક સબક શિખડાવવો ખૂબજ જરૂરી બને છે. ત્યારે જવાબદાર તંત્રે પણ પોતાની નૈતિક જવાબદારી સમજી અબોલ જીવો પ્રત્યે આચરવામાં આવતુ રાક્ષસી કૃત્ય અટકાવવા પૂરતા પ્રયત્નો કરવા જોઈએ