વિંછીયા રૉડ પર કેસરી નંદન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દેવપરાના પાટિયા નજીક જુગાર રમતા ચાર શખસો ઝડપાયા
જસદણ પોલીસે રોક્ડ રકમ, ચાર મોબાઈલ અનૅ ત્રણ વાહન સહિત રૂ.૮૮,૩૯૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી
જસદણ શહેર પોલીસ ના સ્ટાફે વિછીયા રોડ ઉપર આવેલ દેવપરાના પાટિયા પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રોકડ, ચાર મોબાઇલ અને ત્રણ વાહન સહિત રૂ.૮૮,૩૯૦ નો મુદ્દામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી -કાયદેસરની કાર્યવાહી કરી હતી જસદણ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તૅ દરમિયાન એવી બાતમી મળી હતી કે, વીંછિયા રોડ પર દેવપરાના પાટિયા પાસે કેશરીનંદન ઇન્ડસ્ટ્રીઝ એરીયાના પટ્ટમાં જાહેરમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડી અહીં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં. જેમાં પ્રવિણભાઇ શિરોળીયા, ગજેન્દ્રભાઇ સરીયા, વિપુલભાઈ સોલંકી અને આલાભાઇનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૪,૩૭૦ ચાર મોબાઈલ ફોન અને ત્રણ વાહન સહિત રૂ.૮૮,૩૯૦ નો મુદ્દામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.