જસદણનાં નાર્કોટીકસનાં ગુનામાં ફરાર આરૉપી અનૅ કાલાવડમાં ખુનની કોશિશના ગુનાના પાંચ આરોપીઓ પકડાયા ગ્રામ્ય એલસીબી એસઓજી ની કાર્યવાહી
જસદણમાં નાર્કોટિક્સના ગુનામાં ફરાર આરોપી તથા કાલાવડમાં ખૂનની કોશિશ ના પાંચ આરોપીઓ ઝડપાયા પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૧૩/૧૦ના રાત્રીના ફરીયાદી મનોજભાઈ
દિનેશભાઈ ગોહિલ રહે. કાશ્મીરપરા, કાલાવડને આરોપી લતીફ ઓસમાણભાઈ સમા, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડીયા, સુલતાન શેખ કાલાવડ વિગેરે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરેલ જેમાં ફરીયાદીના ભત્રીજા દિલીપ ગોહીલ છોકરીને ભગાડી ગયેલ, ત્યારે આરોપીએ દિલીપ ગોહિલને માર મારેલ ત્યારથી ફરીયાદી તથા આરોપીને વાદવિવાદ ચાલતા હતા જે ખાર રાખી આરોપી લતીફ સમાએ તેમના સહ આરોપીઓ સાથે મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી છરી ધોકા પાઈપ જેવા પ્રાણઘાતક હથીયારો સાથે સજજ થઈ ફરીયાદીનું ખુન કરી નાખવાના ઈરાદે આરોપીએ ફરીયાદીને છરી વડે ગંભીર ઈજા કરી ગુનો કરેલ હતો રેન્જ આઇ.જી નિર્લિમ રાય તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનીની ખૂનની કોશિષના આરોપીઓને પકડી પાડવા સુચના આપૅલ
દરમ્યાન એલસીબી એસઓજી કાલાવડ ટાઉન પો.સ્ટે.ના .ના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મળેલ બાતમી આધારે કાલાવડ ટાઉન કબ્રસ્તાન પાણીના ટાંકા પાસેથી પાંચેય આરોપીઓને કોર્ડન કરી પકડી કાલાવડ ટાઉન પો.ઈ. પી.ટી. જયસ્વાલ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ રાજકોટ રૂરલ જસદણ પો.સ્ટે. એનડીપીએસ કલમ ૨૦ (બી) (સી) ૨૯ ગુનામાં આરોપી લતીફ ઓસમાણભાઈ સમા રહે. કાલાવડ પંજેતરનગર વાળો ગે.કા. રીતે ગાંજો વજન ૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ કિં. રૂા.૫૪,૧૬,૫૫૦ તથા અન્ય મુદામાલ કુલ મળી કિંમત રૂા.૮૪,૩૧,૫૫૦ ના ગુનામાં ફરારી હોય ધરપકડ કરેલ છે.