error: This Content is protected !!

જસદણમાં કાલે તાજ આશિયાના કોલોની નું લોકાર્પણ મેમણ જમાત અને દાતાઓના સહયોગથી બનૅલ 40 ઘર, જરૂરિયાતમંદોને મફત અર્પણ થશૅ

જસદણ શહેરના આંગણે સામાજિક સમરસતા અને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જસદણ મેમણ જમાઅત, વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન (WMO મુંબઈ) તેમજ ભાવનગરના દાનવીર જનાબ જીકરભાઈ (તાજ-મામા) ના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલી 40 મકાનોની નવનિર્મિત તાજ આશિયાના કોલોનીનું ભવ્ય લોકાર્પણ આવતીકાલે રવિવારે સવારે કરવામાં

આવશે. આ કાર્યક્રમમાં તમામ 40 લાભાર્થી પરિવારોને પોતાના સ્વપ્નના ઘરની ચાવીઓ મફત એનાયત કરવામાં આવશે.

આ ભગીરથ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં WMO ઈન્ડિયાના પ્રેસિડન્ટ ડો. હસીનભાઈ અઘાડી (મુંબઈ), ટ્રસ્ટી અહેસાનભાઈ ગાડાવાળા, સેક્રેટરી જનરલ શરીફભાઈ મેમણ, ઈરફાનભાઈ ખીમાણી (ગઢડા) તેમજ WMO મુંબઈની સમગ્ર ટીમ વિશેષ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે

આ માનવસેવાના કાર્યમાં આર્થિક સહયોગ આપનાર મુખ્ય દાતાઓમાં હાજી હુશેનભાઈ ખીમાણી, ઈમરાનભાઈ ખીમાણી, મજીદભાઈ અલીમામદભાઈ, સાજીદભાઈ મજીદભાઈ, હારૂનભાઈ હુનાણી, ઈમરાનભાઈ હાજી ઈકબાલભાઈ, વારીશભાઈ બોદલા, જીકરભાઈ પરિયાણી, યુસુક્ભાઈ નાગાણી, હાજી સલીમભાઈ ગફારભાઈ, નકસ બંધ ગૃપ-જસદણ, હાજી ઈકબાલભાઈ પોપટીયા અને રહીમભાઈ નાગાણી ઉપરાંત અન્ય નાના-મોટા અનેક દાતાઓએ પોતાનું યોગદાન આપી આ સેવાકાર્યને સફળ બનાવ્યું છે.

આ આવાસ પ્રકલ્પમાં WMO (મુંબઈ), જસદણ મેમણ જમાઅત તથા અનેક દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો છે. આયોજન અને સંકલનની જવાબદારી જસદણ મેમણ જમાઅત, મેમણ સહકારી શરાફી મંડળી, મેમણ મિત્ર મંડળ અને WMO યુથ વિંગે સંભાળી છે. પ્રમુખ ઈમરાનભાઈ ખીમાણી, હાજી રસીદભાઈ, રાજુભાઈ, તનવીરભાઈ અને મુખ્ય સંકલનકર્તા સલીમભાઈ ખીમાણીના માર્ગદર્શમા કાર્યક્રમ સંપન્ન થશે