ભૂમાફિયાઓ અને વ્યાજખોરોના શિકાર બનેલા ખેડૂતોને ડૅ સીઍમ હર્ષ સંઘવીના હસ્તે પુન મળ્યો જમીનનો હક ૩૫ ખેડૂતોને ૫૦૦ વિઘાથી વધુ જમીનના કરોડોના દસ્તાવેજો પરત સોંપાયા
વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સામે આરપારની લડાઈ’નો રાજ્ય સરકારનો સંકલ્પ ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ન આવૉ
ખૅડતૉ સરકારની યોજનાઓનો લાભ લો સાવચેતી એ જ સુરક્ષા- કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા ૧૦૦ વાર વિચારો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં ભૂમાફિયાઓ પાસેથી મુક્ત કરાવાયેલી ૫૦૦થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે 'આરપારની લડાઈ' લડવાનો ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજકોટ પોલીસે ૩૫ ખેડૂતોની અંદાજે ૧૦૦ કરોડથી વધુ રકમની જમીન પરત અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે. સાથે ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી હતી કે, વ્યાજખોરોને હંમેશા પોલીસ અને કાયદાનો ભય રહેવો જોઈએ. ખેડૂત પોતાની આખી જિંદગી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે. મુશ્કેલીના સમયે વ્યાજે લીધેલા નાણાં સામે વિશ્વાસઘાત કરીને વ્યાજખોરો અને ભૂમાફિયાઓ ખેડૂતોની જીવનભરની મૂડી સમાન જમીનો કબ્જે કરી લેતા હોય છે. ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને વ્યાજખોરોના વિષચક્ર સામે સાવચેત રહેવું જોઈએ. દસ્તાવેજોમાં જો સહી કરતી વખતે સાવચેતી ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ન્યાય અપાવવો ખૂબ મુશ્કેલ બને છે. આ પ્રસંગે તેમણે પોલીસમિત્રો અને તેમના પરિવારોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.