મુસ્કુરાઈએ આજ સે આપ ભારત કે નાગરિક હૈ પાકિસ્તાનથી આવેલ ૩૧૯ પરિવારો ડૅ સીઍમ હર્ષ સંઘવીના હસ્તે વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા
ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનાર ૩૧૯ વિસ્થાપિત પરિવાર
પાકિસ્તાનમાંથી આવેલી બહેનો માટે આજે આઝાદીનો દિવસ, નાગરિકો અહીં વટભેર જીવી શકશે
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેના આજના કાર્યક્રમમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે અહીં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો.પાકિસ્તાનમાં વર્ષો સુધી યાતના અને પીડા વેઠીને, જીવ બચાવીને ગુજરાતમાં આશ્રય લેનાર પરિવારોને સુરક્ષાનું આશ્વાસન આપતા યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "મુસ્કુરાઈએ આજ સે આપ સબ ભારત કે નાગરિક હૈ.." આ તકે નાયબ મુખ્યમંત્રીએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનાર ૩૧૯ પરિવારો માટે આજે પાંચમા નોરતાનો દિવસ દિવાળીના ઉત્સવ સમાન ગણાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આપ સૌના ઘરમાં આજે દિવાળીના દીપ પ્રગટાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ણય અને સી.એ.એ.ના અમલીકરણથી થયું છે પાકિસ્તાનમાંથી વિસ્થાપિત પરિવારોની વ્યથા અને યાતનાના કિસ્સાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આ પરિવારો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે નવું જીવન મળ્યું હતું અને આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્રથી આ પરિવારોને તંદુરસ્ત નવું જીવન પ્રાપ્ત થયું છે. આ સાથે કહ્યું હતું કે, મા હિંગળાજે આશીર્વાદ આપીને તમને મા અંબા પાસે મોકલ્યા છે.પાકિસ્તાનના થરપારકરમાં મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. ત્યારે ત્યાંથી સ્થળાંતરિત થયેલાં મોરબીનાં કવિતાબેન સહિતનાં બહેનો માટે આજના દિવસને આઝાદીનો દિવસ ગણાવ્યો હતો. પાકિસ્તાનના હૈદરાબાદના રાણીબાગમાં ગોળીબાર વખતે જીવ બચાવવા હિન્દુ લોકોએ નામ બદલવા પડ્યા હતા. હવે આ ભારતીય નાગરિકો આજીવન વટભેર પોતાના સાચા નામ સાથે આ દેશમાં જીવી શકશે એવું પણ તેમણે જણાવ્યું હતું. પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાના પાસનું મૂલ્ય વધુ હોવાનો કટાક્ષ પણ તેમણે કર્યો હતો રાજકોટ જિલ્લાના ૨૫૯, મોરબી જિલ્લાના ૫૩, કચ્છના ૦૬ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ૦૧ મળીને ૩૧૯ વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતની દીકરીઓને સુરક્ષા પૂરી પાડવા બદલ આભારની લાગણી પ્રગટ કરતાં એક કિશોરીએ નાયબ મુખ્યમંત્રીના ભાલે કુમકુમ તિલક કરીને હાથમાં રાખડી બાંધી હતી. કાર્યક્રમના અંતે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી આતકૅ મેયર ડૉ. નેહલ શુક્લ, રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા,ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ રમેશભાઈ ટીલાળ શ્રીમતિ ભાનુબહેન બાબરીયા અનિરુદ્ધભાઈ દવે, મહેન્દ્રભાઈ પાડલીયા દુર્લભજી દેથરિયા પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિ. ક્લેક્ટર અતુલ સિંઘ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.