error: This Content is protected !!

જસદણનાં ચિતલીયા રોડૅ અકસ્માત નિવારવા લોકોએ સ્વખર્ચે ખાડા બુરી નગર પાલિકાનું નાક વાઢી લીધું નકામા સભ્યો અને નીંભર પાલિકા તંત્ર સામે રોષ

જસદણ શહેરના ચિતલીયા રોડ વોર્ડ નંબર પાંચમાં રોડ વચ્ચોવચ ખાડો પડેલ હતૉ જેથી બાઈક સવારો સ્લીપ થવાને કારણે અકસ્માત થતા હતા તો ફોરવીલ તારવવા જતા અકસ્માતો થતા હતા વિસ્તારના લોકોએ નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડો પુરવામાં આવતો ન હતો અંતે લતા વાસીએ જાતે જ સ્વખર્ચે સિમેન્ટ કોંક્રેટ થી ખાડો પૂરી દઈ નગરપાલિકાના નકામા સભ્યો અને પાલિકા તંત્રના, આળસુ જવાબદારોનું નાક કાન અને હોઠ બધું વાઢી લીધું છે હજુ પણ શહેરમાં આવા ઘણા ખાડાઓ છે જો નગરપાલિકા તંત્રને થૉડી ઘણી લાજ શરમ હોય તો તુરંત ખાડા ના પુરાણ કરી જનતાની મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે