error: This Content is protected !!

સરધાર ચૅક પોસ્ટ પાસે બાઇકચાલકનું મૉત નિપજાવનાર નશૅડી કારચાલકના સાગરીત કોઠી ગામે દારૂના ગુનાનૉ ફરાર આરોપી ઝડપાયો

સરધાર ગત તા. 06-04-2026ના રોજ સરધારથી લોધીડા ગામ તરફ જવાના રસ્તે ચૂંટણી અનુસંધાને ઉભી કરાયેલી આઉટ પોસ્ટ પર પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ કાર પૂરપાટ ઝડપે ધસી આવતા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ કારચાલક વિપુલ ભનુ હાંડા (રહે. કોઠી, તા-જસદણ) કાર રોકવાને બદલે વધુ સ્પીડમાં ભગાવી ગયો હતો પોલીસેકારનો પીછો કરવાનું શરૂ કરતાં ગભરાયેલા વિપુલે કારની ઝડપ બેફામ વધારી દીધી હતી. આ દરમિયાન સામેથી આવતા બાઈકચાલક દિનેશભાઈ બચુભાઈ સોલંકીને કારે જોરદાર ટક્કર મારી ઉડાડી દેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું પોલીસે કારને ઘેરીને તલાસી લેતાં તેમાંથી 100 લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો

મુખ્ય આરોપી વિપુલ હાંડાની કડક પૂછપરછમાં આ દારૂના નેટવર્કમાં અને ગુનામાં મદદગારી કરવામાં વનરાજ ઉર્ફે લાલો રામકુભાઈ ગીડાનું નામ ખુલ્યું હતું. આજીડેમ PI એચ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ PSI વી. જી. ડોડીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ચિરોડિયા અને કોન્સ્ટેબલ મનીષભાઈ શિરોડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વનરાજ ઉર્ફે લાલાને દબોચી લેવામાં આવ્યો હતો