જસદણના આટકોટ નજીક નવાગામની સીમમા માઇન્સમાંથી 12,હજારના 125, ફૂટ કેબલ ની તસ્કરી આટકોટ પોલીસે ગુનો નોંધ્યો
જસદણ તાલુકાના આટકોટ નજીકના નવાગામ
ની સીમમાં આવેલી માઇન્સમાંથી રૂ.૧૨ હજારની કિંમતનો ૧૨૫ ફૂટ -કેબલ વાયર ચોરી થયા અંગે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ માણાવદરના સરાડીયા ગામના વતની અને હાલ જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા વધશીભાઈ સવદાસભાઈ કરનારા ઉ.વ.૫૩ દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પરિવાર સાથે રહે છે તેમજ શિલ્પી માઈન્સ પ્રતાપપુર
નવાગામ માં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.
શિલ્પી માઈન્સ કંપની એચ. એમ. પટેલ રહે. અમદાવાદ ની હોય અને હાલે ચોમાસાની સિઝન હોય અને ખીણમાં પાણી ભરાય ગયેલ હોવાથી માઈન્સ કાઢવાનું કામ બંધ છે. જેથી રાત્રિના સમયે અહીં એક ચોકીદાર દેખરેખ માટે રાખેલ છે. ગઈકાલ સવારના ૭:૩૦ વાગ્યે ફરિયાદી નિત્યક્રમ મુજબ શિલ્પી માઈન્સ જઈને બધું ચેક કરતા હતા ત્યારે પથ્થર કાપવાના મશીન તથા મીટરની ઓરડીની બાજુમાં જોતા પથ્થર ઉંચકવાની ક્રેઇનનો કેબલ વાયર મોટરની ઓરડીથી ક્રેઈન મોટર સુધીનો હતો તે જોવા મળ્યો ન હતો.
જેથી અને આજુબાજુમાં તપાસ કરી. હતી.
બાજુમાં રહેતા શ્રમિક રૂગનાથસિંહ પાંડે પાસે જઈને આ બાબતે વાત કરતા તેણે વાત કરી હતી કે તારીખ ૨૮/૭ ના સાંજના પાંચેક વાગ્યે તમારી માઇન્સ બાજુથી બ્લાસ્ટનો અવાજ આવતા હું અમારી વાડીની ઓરડીઍ આવતા તમારી માઇન્સની ઓરડીની બાજુમાં એક અજાણ્યો શખસ લાલ કલરના કપડા પહેરી ઉભો હોય તે કેબલ લઈ ગયો છે તેવી વાત કરી હતી. આમ રૂપિયા ૧૨,૦૦૦ ની કિંમતનો ૧૨૫ ફૂટનો કેબલ વાયર કોઈ અજાણ્યો શખસ ચોરી કરી ગયા અંગે સુપરવાઇઝર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી