error: This Content is protected !!

જિલ્લામાં સવારથી બપોર સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો જસદણમાં સૌથી વધુ ૧.૬૯ ઇંચ અને રાજકોટમાં ૧.૪૬ ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લામાં આજે સવારના ૬:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, સવારે ૬ થી ૧૨ વાગ્યા વચ્ચે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સૌથી વધુ ૧.૬૯ ઇંચ (૪૩ એમ.એમ.) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાજકોટ તાલુકામાં ૧.૪૬ ઇંચ (૩૭ એમ.એમ.), પડધરી તાલુકામાં ૧.૨૨ ઇંચ (૩૧ એમ.એમ.) અને લોધિકા તાલુકામાં ૧.૦૨ ઇંચ (૨૬ એમ.એમ.) વરસાદ પડ્યો છે. વિંછિયા તાલુકામાં ૦.૮૭ ઇંચ (૨૨ એમ.એમ.), કોટડા સાંગાણી તાલુકામાં ૦.૮૩ ઇંચ (૨૧ એમ.એમ.), ગોંડલ તાલુકામાં ૦.૭૯ ઇંચ (૨૦ એમ.એમ.), જામકંડોરણા તાલુકામાં ૦.૪૭ ઇંચ (૧૨ એમ.એમ.), જેતપુર તાલુકામાં ૦.૪૩ ઇંચ (૧૧ એમ.એમ.), ધોરાજી તાલુકામાં ૦.૧૬ ઇંચ (૪ એમ.એમ.) અને ઉપલેટા તાલુકામાં ૦.૧૨ ઇંચ (૩ એમ.એમ.) વરસાદ નોંધાયો છે.