error: This Content is protected !!

પાલિકા થી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છતાં ઠાગાઠૈયા કૅમ જસદણ બોટાદ ગોંડલ રેલવે ચાલુ કરવામા શું વાંધો છે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા

તત્કાલીન સાંસદ કુંવરજીભાઇઍ સર્વે રી સર્વે કરાવ્યો હતો તત્કાલીન સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રેલવેમાં બેસીને આવવાનું વચન આપ્યું હતું હાલના સાંસદ રૂપાલા રેલવે ચાલુ કરાવશે લોક મોઢે ઉઠીયા સવાલો

 

જસદણ વિંછીયા રાજકોટ ગુજરાત અને દિલ્હી સુધી ભાજપની સરકાર છતાં રેલ્વેનૉ ર ન બૉલતા સત્તાધારી નેતાઓના મોઢે મણ મણના તાળા કેમ લોકના તાતાતીર

 

જસદણ વિછીયા 72 વિધાનસભા મતવિસ્તારના અપક્ષના ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા એ જણાવ્યું છે કે અમે કમળાપુર થી બસમાં બૅસી આવતા અનૅ રેલમાં બૅસી મુસાફરી કરતા હતા આજે જસદણ નગરપાલિકા તથા ગુજરાત ની ભાજપની સરકાર ધારાસભ્ય મંત્રી રાજકોટ સાંસદ ભાજપના છતા જસદણ ગોંડલ બોટાદ રેલવે ચાલુ કરવામાં ઠાગાઠૈયાથી દુઃખની લાગણી પ્રગટ કરી છે પાલિકાથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર હોય તો રેલવે ચાલુ કરવામાં શું વાંધો પડે છે અગાઉ રાજકોટના કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલ કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્રમાં યુપીએની સરકારમા રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવ હતાં ત્યારે સર્વે રી સર્વેને મંજૂરી આપેલ જે તે વખતે નાળિયેર ફોડી અને રેલ્વે ચાલુ થશે તેવું જાહેરાત કરવામાં આવેલ ત્યારબાદ સાંસદ સભ્ય તરીકે મોહનભાઈ કલ્યાણભાઈ કુંડારીયા ચૂંટાયેલ તેઓએ જણાવેલ કે હું હવે પછી ચૂંટાઈને રેલવેમાં બેસીને જસદણ આવીશ આમ છતાં પણ કાંઈ ઉકળ્યું નહીં ત્યારબાદ સાંસદ તરીકે હાલ રાજકોટના લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા કાર્યરત છે છતાં પણ રેલ્વે બાબતે એક પણ રેલવે નો ર, પણ ઉચ્ચારવામાં આવતો નથી નથી તે અત્યંત દુઃખની બાબત છે અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિત અનેક સંસ્થાઓએ લેખિત મૌખિક રજૂઆતો કરેલ છે જસદણ વિછીયા પંથકમાં અનેક નાના-મોટા ઉધોગો આવેલા છે હીરા હલર હેન્ડીક્રાફ્ટ ઈલેક્ટ્રીક નગારા પટારી જેવા ઉદ્યોગોથી ધમધમે છે જો તેને રેલવેની લાઈન મળે તો પંથકના વિકાસને વેગ મળશે ભીખાભાઈ બાંભણીયા એ વધુમાં જણાવ્યું છે કે આ રેલવે ચાલુ કરવામાં વર્તમાન શાસક પક્ષના નેતાઓ પાલિકાથી પાર્લામેન્ટ સુધી હોય તો કોની લાજ કાઢવાની છે કોઈ એક હરફ શબ્દ કેમ બૉલતા નથી શું આ રેલવે ચાલુ કરવા માટે આંદોલન કરવાની ફરજ પડશે જેવા લાખમણના સવાલો ઉઠાવી અને સત્તા પક્ષના નેતાઓના મોઢે મણમણના તાળા મારી દીધા છે