error: This Content is protected !!

કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ચકાસણીની જાણ કર્યા વગર જ કહૅવાતા સહકારી આગેવાનના ઇશારે આખી પૅનલના 13 ફોર્મ રદ કરતા ઉહાપોહ

જસદણ પંથકના એક નૅતા અનૅ સહકારી આગેવાનની ભૂંડી ભૂમિકા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષનૉ ફોર્મ માન્ય રાખવાની પ્રક્રિયા એક તરફી નૉ આરૉપ લોકશાહી ઢબે ચૂંટણી કરવા માંગ 

 

 

જસદણ તાલુકાના કાળાસર ગામે આવેલી કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી માં જસદણ પંથકના એક કહેવાતા સહકારી આગેવાનૅ ભુંડી ભૂમિકા ભજવીને એક તરફી નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એક પેનલના તમામ ફોર્મ માન્ય જ્યારે બીજી પેનલના ચકાસણીની જાણ કર્યા વગર જ રદ કરી દેવા હતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે સહકારી મંડળીની ચૂંટણી 25 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે અને ત્યારે જ સમગ્ર પ્રક્રિયા વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. મંડળીની 16 બેઠક માટે કાળુભાઈ તલાવડિયા અને સંજયભાઈ હરખાણીની પેનલ વચ્ચે સીધો મુકાબલો નક્કી થયો હતો અને કુલ 37 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે, ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ સંજયભાઈ હરખાણીની પેનલના 16 માંથી 13 ઉમેદવારોના ફોર્મ અચાનક રદ કરી દેવાતા સ્થાનિક સહકારી રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. બીજી તરફ, સામા પક્ષે કાળુભાઈ તલાવડિયાની પેનલના તમામ 16 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવતા પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે કોઈ રાજકીય ઈશારે એક કહેવાતા સહકારી આગેવાનની ભૂમિકાથી 

મંડળીની કચેરી બંધ હોવા છતાં ફોર્મમાં ખાનગી રાહે ચકાસણી થયાનો વિરોધ પક્ષના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે મંડળીની કચેરી બંધ હોવા છતાં ઉમેદવારોની ગેરહાજરીમાં ખાનગી રાહે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે પણ ચૂંટણી અધિકારી ગેરહાજર રહેતા સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણીને એકતરફી રીતે બિનહરીફ કરવાનો તખ્તો ઘડાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. સ્થાનિક રાજકીય દબાણ હેઠળ આખી કાર્યવાહી ચાલી રહી હોવાનો દાવો કરીને ઉમેદવારોએ 13 ફોર્મ કયા નિયમો હેઠળ રદ કરવામાં આવ્યા તેનો લેખિત ખુલાસો જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. આ તમામ આક્ષેપો વચ્ચે કાળાસર સહકારી મંડળીની ચૂંટણીને લઈને પંથકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે