જસદણ શહેર પંથકમાં 25 વર્ષ પહેલા બનેલ ચેક ડેમો આજે પણ અડીખમ આટકોટ અંબાજી નદી ના છલૉછલ ચૅક ડૅમ થી પૂર્વ ચેરમેન દેવશીભાઈ ટાઢાણીએ ખુશી વ્યક્ત કરી
કેશુ બાપા ની સરકારમાં 1998 થી 2003 સુધીમાં 60 , 40 યોજના અંતર્ગત ઍક લાખ પચીસ હજાર ખેત તલાવડી અને એક લાખ ચાલીસ હજાર ચેક ડેમો બનાવ્યા હતા
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા પંચાયતના દેવશીભાઈ ટાઢાણીએ જણાવ્યું હતું કે આ જળસંચય યોજના 1998માં ચાલુ થઈ હતી કેશુભાઈ પટેલની સરકાર વખતે અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સરકાર વખતે અને 2003માં પૂર્ણ થઈ હતી આ દરમિયાન સૌરાષ્ટ્રમાં સવા લાખ ખેત તલાવડીયુ અને એક લાખ ચાલી હજાર ચેક ડેમો બનાવવામાં આવ્યા હતા જેમાં જસદણ શહેર અને પંથકમાં અસંખ્ય એક ડેમો બનાવવામાં આવ્યા હતા તે આજે 25 વર્ષે પણ અડીખમ ઊભા છે તેની એક કાંકરી ખરી નથી તેમજ હાલ આટકોટ અંબાજી ભાદર નદીના ચેક ડેમો છલોછલ ભરેલા છે અને ઉપરથી પાણી જાય છે ત્યારે ખુશી વ્યક્ત કરતા દેવશીભાઈ ટાઢાણીઍ જણાવ્યું હતું કે તૅમને ખુશી એ વાતની છે કે અમારા કાર્યકાળ દરમિયાન બનેલ એક પણ ચેક ડેમ હજી તૂટ્યો નથી જે તે વખતે 60,40 ની યોજનામાં આ ચેક ડેમો બનાવવામાં આવ્યા હતા આ વખતે ઘણાએ વિરોધ પણ કરેલ કૅ અહીં નદીમાં પાણી જ આવતું નથી તો ભરાશે કેવી રીતે આ સમયે અમે ખૂબ યાત્રાઓ કાઢી હતી. ખેડૂતોને જાગૃત કર્યા હતા. તેમજ જસદણ આટકોટ પાંચવડા જસાપર સહિત ગામડાઓમાં અમે ફરી ફરી અને લોકોને જાગૃત કર્યા હતા આજે 25 વર્ષે ભરચક અને વહેતી નદી જોઈ ખૂબ ગર્વ અને આનંદની લાગણી પ્રગટ કરી હતી