જસદણ શહેર ભાજપ તથા લઘુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિ નિમિત્તે કાલે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે
શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ જે રાઠોડ તથા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રફિકભાઈ એસ રાવાણીના સહયોગથી કેમ્પનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેર ભાજપ પરિવાર ત્થા લઘુમતી મોરચા દ્વારા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ જૅ રાઠોડ તથા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રફિકભાઈ ઍસ રાવાણીઍ જણાવ્યું છે કે આવતી કાલે તા. 16-09-2026, બુધવારના રોજ સરકારી હોસ્પિટલ ખાતે સવારે ૯:૦૦ કેમ્પ શરૂ કરવામાં આવશે. આપ સૌ ભાઈઓ તથા બહેનોને અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી એક બોટલ મોદી કે નામ અભિયાનમાં જોડાઈ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશો રક્તદાન મહાદાન રક્તદાન કરો, જીવન બચાવો
સબકા સાથ સબકા વિકાસ સૂત્ર સાથે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ જૅ રાઠોડ જસદણ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રફીકભાઈ એસ. રાવાણી ના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાશે