ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા કોટડા સાંગાણીના અરડોઈ ગામૅ જળસંચય અંગે ગ્રામસભામાં પાણીની સમસ્યાના ઉકેલ અંગૅ ચર્ચા
જળનૅ જમીનમાં ઉતારવાની પદ્ધતિ પાણીના એક એક ટીપા ની કિંમત જળસંચયનું મહત્વ સમજાવવામાં આવ્યું
કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના જાગૃત સરપંચ અને ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી.ગ્રામસભામાં પાણીના એક એક ટીપાની કિંમત સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેના વિવિધ નુસખાઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.આ બેઠકમાં ગામના સરપંચ નરસિહભાઈ ગજેરા, મુનાભાઈ રાદડિયા, સતીશભાઈ મોલિયા,રાજુભાઈ ગજેરા, જગદીશભાઈ ગજેરા, લલીતભાઈ તંતી, તુષારભાઈ ગજેરા સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને ગામના હિતમાં યોજાયેલા આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી.