જસદણના જસાપર, જીવાપર, સાણથલી, ઈશ્વરીયા,અનૅ રામપરા,બૅટી,પારૅવાડા રોડ બંધ કરાયા
રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે વાહન વ્યવહાર માટે ત્રણેય માર્ગના વૈકલ્પિક રૂટ જાહેર કરાયા
અતિવૃષ્ટિના કારણે ઓવરટોપિંગ થતાં રાજકોટ જિલ્લામાં ૩ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. કોઝવે અને ડાઈવર્ઝન પર પાણીનો પ્રવાહ હોવાથી સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે.
રાજકોટ માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજકોટ તાલુકાના નેશનલ હાઈવેથી રામાપર બેટી પારેવડા રોડ પર ડાઈવર્ઝનમાં પાણી ઓવરટોપિંગ થવાને કારણે, આ માર્ગ બંધ થયો છે. જેની સામે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે (૧) સ્ટેટ હાઇવેથી રફાળા જામગઢ પાંચડિયા બેડલા, (૨) ફાળદંગથી બેડલા રોડ તેમજ (૩) સ્ટેટ હાઇવેથી મઘરવાડા મેસવાડા બારવણ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે.
જ્યારે જસદણ તાલુકામાં પણ બે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં જસાપર જીવાપર રોડ બંધ થતાં જસાપર પાંચવડા રોડને વૈકલ્પિક રૂટ તરીકે શરૂ કરાયો છે. તેમજ સાણથલી ઈશ્વરીયા રોડ પર પણ કોઝવે ઓવરટોપિંગ થવાના કારણે બંધ થતાં ઈશ્વરીયા કાનપર રોડ અને ઈશ્વરીયા એપ્રોચ રોડ વૈકલ્પિક રૂટ તરીકે શરૂ રાખવામાં આવ્યો છે. તમામ બંધ રસ્તાઓ આવતીકાલ સુધીમાં શરૂ કરી દેવાની તૈયારીઓ સાથે કામ ચાલી રહ્યું છે.