error: This Content is protected !!

જસદણના દેવપરા અને લીલાપુર ગામની સીમમાં ચાલતું બેલા ચોરીનું કારસ્તાન ઝડપાયું રૂ 27 લાખનો મુદ્દામાલ જપ્ત

રેન્જ આઈજી ટીમનો દરોડો સરકારી જમીન પર ત્રણ શખ્સો બેરોકટોક સફૅદ સૉનુ બૅલા ચૉરતા, તા ચાર ટ્રેકટર અને સાત ચરખી કબજે કરી

 

જસદણના દેવપરા અને લીલાપુર ગામ ગામની સીમમાંથી ગેરકાયદે બેલાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રેન્જ આઇજી ટીમે દરોડો પાડી ચાર ટ્રેકટર અને સાત ચરખી સહિત રૂ. ૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સરકારી જમીન પર ત્રણ શખ્સો બેરોકટોક ચરખી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. દરોડાની વિગત અનુસાર રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખ્સો ઉપર અંકુશ લાવવા તથા સરકારી સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી રાજકોટ રેન્જ ટીમના પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિીયાત્રા અને સી.એમ.કાટેલીયાની રાહબરી હેઠળની ટીમો વર્કઆઉટમાં હતી, તે દરમિયાન પીએસઆઈ બી.સી.મીયાત્રા તથા તેમની

ટીમના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા, અનિરુધ્ધસિહ જાડેજા તથા નિકુલભાઈ પંપાણીયાને હકિકત મળી હતી કે, જસદણ પોલીસ મથક વિસ્તારના દેવપરા અને લીલાપુર ગામની સીમમાં પુનમ વાછાણી, મગન વાસાણી અને અંકીત વાછાણી નામના શખ્સો 

સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ પથ્થર (બેલા) ની ખાણ ચલાવી રહ્યા છે.

બાતમીના આધારે પીએસઆઈ બી.સી.મિયાત્રાની ટીમે દરોડો પાડી દેવપરા અને લીલાપર ગામની સીમમાંથી ગેરકાયદે બેલાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું.

પોલીસે અલગ અલગ ચાર ટ્રેકટર અને સાત ચરખીઓ મળી કુલ રૂ.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેકટરના ડ્રાઈવરોને હસ્તગત કરી સ્થાનીક પોલીસને બોલાવી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. હતી