error: This Content is protected !!

વિંછીયા મોઢુકા ભડલી અમરાપુર સહિત વિવિધ ગામૉના વિકાસ કામોની સમીક્ષા કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે પંચાયતમાં પ્રાથમિક સુવિધા કેન્દ્ર ઊભું કરાશે

 

 

વિંછીયા ગ્રામ પંચાયત ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ગામ તથા તાલુકાના વિકાસનના કામૉની સમીક્ષા કરવાની સાથે પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વિંછીયા ખાતે એક હજાર લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ બનાવવા જગ્યાની પસંદગી, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને મળતો લાભ અને તેની સુચારુ રીતે અમલવારી, ગામમાં જાહેર શૌચાલય બનાવવા તેમજ રમતગમતનું મેદાન ઊભું કરવા સહિતના કામો અંગે મંત્રી કુંવરજીભાઈ એ અધિકારીશ્રીઓ અને આગેવાનોશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે મંત્રી બાવળીયએ જણાવ્યું હતું કે, જાહેર પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો વિવિધ પરીક્ષાઓનાં ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે પંચાયતમાં પ્રાથમિક સુવિધા કેન્દ્ર ઊભું કરાશે. આ માટે જગ્યાની પસંદગી, વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરવા સરપંચશ્રીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

આ ઉપરાંત એ ભડલી, મોઢુકા, અમરાપુર સહિતના ગામોના વિકાસનાં કામોની સમીક્ષા કરી હતી. જેમાં સક્ષમ ગામ સમૃદ્ધ ગામ, સ્માર્ટ વિલેજ, મુખ્યમંત્રી ગ્રામોત્થાન સહિતની યોજનાઓ અને અન્ય વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સરપંચ ચતુરભાઈ રાજપરા, અગ્રણી રમેશભાઈ રાજપરા, ભુપતભાઈ રોજાસરા સહિતના અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.