error: This Content is protected !!

જસદણ વિંછીયા આટકૉટ સહિત રાજકોટ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ૧૨૦ માનદ સેવકોની ભરતી કરવામાં આવશે

લાયકાત ૧૦ પાસ ઉમર ૧૮ થી ૩૫ વર્ષ ના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ૨૧ ઓગસ્ટ સુધીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા સૂચના

 

ટ્રાફિક બ્રિગેડ તરીકે માનદ સેવા આપવા ઇચ્છતા પુરૂષ તથા મહિલા મળી કુલ ૧૨૦ ઉમેદવારોની રાજકોટ ગ્રામ્ય- જિલ્લા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે ભરતી કરાશે. જેમાં ગોંડલ સીટી એ ખાતે ૦૫, ગોંડલ સીટી બી ખાતે ૦૫, જસદણમાં ૦૫, પડધરી-૦૫, લોધિકા-૦૫, મેટોડા જી.આઇ.ડી.સી.-૨૦, શાપર વેરાવળ-૨૫, કોટડાસાંગાણી-૦૪, આટકોટ-૦૪, વિંછીયા-૦૫, વિરપુર-૦૫, જેતપુર સીટી-૦૫, જેતપુર ઉદ્યોગનગર-૦૮, ધોરાજી સીટી-૦૫, જામકંડોરણા-૦૫ અને જિલ્લા ટ્રાફિક-૦૯ એમ કુલ ૧૨૦ જગ્યાઓ ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી યોજાશે રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત આ ભરતીમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટેની લાયકાતમાં ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ (૩૧/૦૭/૨૦૨૬ ની સ્થિતીએ), ધોરણ ૧૦ પાસ, પુરુષ ઉમેદવાર માટે ઉંચાઇ ૧૬૫ સે.મી., મહિલા ઉમેદવાર માટે ઉંચાઇ ૧૫૦ સે.મી. તેમજ પુરૂષ ઉમેદવાર માટે દોડ ૦૪ મીનીટમાં ૮૦૦ મીટર અને મહિલા ઉમેદવાર માટે દોડ ૦૨ મીનીટ ૩૦ સેકન્ડમાં ૪૦૦ મીટર પૂર્ણ કરવાની રહેશે. તબીબી દ્રષ્ટિએ શારીરિક રીતે સક્ષમ અને ખોડખાંપણ વગરના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. ઉમેદવારોએ ફોર્મ સ્વહસ્તાક્ષરમાં ભરી, પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેઠાણનો પુરાવામાં રેશનકાર્ડ, લાઇટબીલ વગેરે પૈકી કોઈ એક, ઓળખના પુરાવામાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ પૈકી કોઈ એક, શૈક્ષણિક પુરાવામાં ધોરણ ૧૦ પાસ કે તેનાથી ઉચ્ચ અભ્યાસની માર્કશીટ, ઉંમરના પુરાવામાં સ્કુલ લીવીંગ સર્ટી. અથવા જન્મનો દાખલો, વિશેષ લાયકાતના પુરાવા અને તાજેતરનો પોલીસ વેરીફીકેશન રીપોર્ટ જમા કરાવવાના રહેશે. એન.સી.સી., એન.એસ.એસ., કોમ્પ્યુટરનું જ્ઞાન, ડ્રાઇવિંગ લાઇસન્સ, રમતગમતમાં ભાગ લીધેલ, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા આર્મી અથવા પોલીસ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ પાસ કરેલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારને માનદ સેવા પેટે તેઓની ફરજની જગ્યા પર આવવા-જવા માટે ખર્ચ તેમજ ચા-નાસ્તા પેટે પ્રતિ દિવસ રૂ. ૪૫૦/- રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવશે. આ સેવા તદ્દન હંગામી ધોરણે રહેશે. શારીરિક કસોટી બાદ જરૂર જણાયેથી લેખીત કસોટી લેવામાં આવશે અને ગુણ પરથી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે

      ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો ગોંડલ સીટી એ, ગોંડલ સીટી બી, જસદણ, પડધરી, લોધિકા, મેટોડા જી.આઇ.ડી.સી., શાપર વેરાવળ, કોટડાસાંગાણી, આટકોટ, વિંછીયા, વિરપુર, જેતપુર સીટી, જેતપુર ઉદ્યોગનગર, ધોરાજી સીટી અને જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતેથી આ ભરતી અંગેના ફોર્મ મેળવી શકશે. ફોર્મ તા. ૧૨ ઓગસ્ટથી તા. ૧૯ ઓગસ્ટ સુધી મેળવવાના રહેશે. ફોર્મ તારીખ ૨૧ ઓગસ્ટના રોજ સાંજે ૦૬ કલાક સુધીમાં સ્થાનિક રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જે જગ્યાએથી ફોર્મ મેળવેલ હોય ત્યાં જમા કરાવવાના રહેશે. આ ભરતી મવડી પોલીસ હેડ ક્વાર્ટર, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ ખાતે કરાશે, ઓગસ્ટ માસમાં ભરતીની તારીખ જાહેર કરવામાં આવશે, તેમ રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.