error: This Content is protected !!

કોટડા સાંગાણી જસદણનાં ભાડલા જૅતપુર લોધિકા અને ધોરાજી તાલુકામાં કાલૅ ૭ ઓક્ટોબરે યોજાશે પ્રજાલક્ષી ‘સેવા સેતુ ૨.૧’ કાર્યક્રમ

આધાર, રેશનકાર્ડ, આવક-જાતિના દાખલા અને વિવિધ યોજનાઓનો નાગરિકોને સ્થળ પર જ મળશે સીધો લાભ

 

 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં છેવાડાના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, દાખલાઓ અને પ્રમાણપત્રોનો લાભ એક જ સ્થળેથી ત્વરિત અને સુગમતાથી મળી રહે તે હેતુથી તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ વિવિધ તાલુકાઓ તથા નગરપાલિકા વિસ્તારમાં ‘સેવા સેતુ ૨.૧’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત જેતપુર તાલુકામાં ભોજધાર શાળા નં. ૧૭, જેતપુર ખાતે નગરપાલિકા કક્ષાનો વોર્ડ નંબર ૬ થી ૧૧ ના તમામ રહીશો માટે ‘સેવા સેતુ ૨.૧’ યોજાશે. કોટડા સાંગાણી તાલુકામાં થોરડી ગામે થોરડી પ્રાથમિક શાળા ખાતે, જસદણ તાલુકામાં ભાડલા ગામે ગાર્ડી હાઈસ્કુલ ખાતે, લોધિકા તાલુકામાં સુલતાનપુર ગામે પ્રાથમિક શાળા ખાતે તેમજ ધોરાજી તાલુકામાં કલાણા ગામે પ્રાથમિક શાળા ખાતે આ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સેવા સેતુ ૨.૧’ કેમ્પ દરમિયાન આરોગ્ય, રેશનકાર્ડ, આધાર કાર્ડ નોંધણી તથા અપડેશન, આવક અને જાતિના દાખલા, સામાજિક સુરક્ષા, કૃષિ વિભાગ સહિતના વિભાગોની વિવિધ યોજનાકીય સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્તારના તમામ નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે