જસદણ પાટીદાર ભવન ખાતે સરદાર પટેલ ગ્રુપ SPG ના રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ મિતલબેન ધાનાણી ના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયું
પાટીદાર ભવનના પ્રણેતા દિનેશ બાંભણીયાના કાર્યને બિરદાવ્યું મહિલાઓનૅ એસપીજીમા આહવાન SPG પ્રમુખ સુરેશ છાયાણી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી
સરદાર પટેલ ગ્રુપ એસપીજીના રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ મિતલબેન ધાનાણી ના અધ્યક્ષ સ્થાને જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું પાટીદાર ભવનના પ્રણેતા તથા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણીયાની સમાજ પ્રત્યેની અને ભવનની કામગીરી અંગે પ્રશંસા કરી હતી જસદણ એસપીજી ગ્રુપના પ્રમુખ અને પાલીકા ના અપક્ષ કોર્પોરેટર સુરેશભાઈ છાયાણી સહીત શહૅરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી
SPG ના આ સંમેલનનો મુખ્ય હેતુ લવ મેરેજ સંબંધિત કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવે તે માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાનો તથા સમાજમાં મહિલાઓની સુરક્ષા અને હિત માટે એકતા મજબૂત કરવાનો હતો. સાથે સાથે વધુમાં વધુ મહિલાઓ ₹1,200/-માં લાઈફટાઈમ SPG મેમ્બર બને અને ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલીના સમયે SPG ટીમ મહિલાઓની મદદરૂપ બની શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું પાટીદાર સમાજની મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લા મહિલા ગ્રુપની બહેનોએ પાટીદાર ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયાની પહેલથી પાટીદાર સમાજમાં બનાવવામાં આવેલા સમાજના શહીદોના સ્મારકની મુલાકાત લીઇ સ્મારક જોઈને દરેક બહેનોએ સમાજના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના બલિદાનને હંમેશા યાદ રાખવાનો સંકલ્પ કર્યો સમાજની દીકરીઓની સુરક્ષા, સન્માન અને હક માટે એકજૂથ બનીને આગળ વધીવા હાકલ કરી હતી