error: This Content is protected !!

વિંછીયામાં પવન ચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ વચ્ચે અથડામણ હત્યાનો પ્રયાસ કુખ્યાત મર્ડરના આરૉપીઍ પડકાર ફેંક્યો સમાપક્ષે શખ્સો ગંગાજળ જવા માટે નીકળ્યા અને રસ્તામાં જ બંને જૂથ સામ સામસામા થઈ ગયાં

કુખ્યાત શખ્સની આણી ટોળકી ફરાર, પોલીસ પોતે ફરીયાદી બની રાયોટીંગ આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

બંને જૂથે અંધાધૂંધ ફાયરીંગ કર્યું, ભયનો માહોલ, પોલીસે સ્કોર્પિયો, ફોચ્યુનર કાર અટકાવી પિસ્તોલ દેશી કટ્ટો કુહાડી, ફરસી સહિતના હથીયાર સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી

 

 

વિંછીયામાં યુપી-બિહાર સ્ટાઈલમાં સામ સામા ફાયરીંગ થતાં ખળભળાટ મચી ગયો છે. પવનચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો પ્રયાસ થતાં એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયાં હતાં અને બંને જૂથના નવ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઈ ફિરોઝભાઇ બ્લોચએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લઘુભાઇ નાજભાઇ ધાંધલ (રહે વિંછીયા), પ્રતાપભાઈ વલકુભાઇ ખાચર (રહે. આકડીયા, વિંછીયા), ધ્રુવરાજભાઇ રાજેશભાઈ ધાંધલ (રહે. વિંછીયા), જયવંતભાઇ ઉર્ફે જયુ જીલુ ધાંધલ (રહે. જસદણ) રણજિત જીલુ ધાંધલ (રહે. વિંછીયા), કુલદીપભાઇ શિવરાજભાઇ ખાચર (રહે મોટામાત્રા, વિંછીયા) દેવેન્દ્રભાઈ ઉર્ફે ડેંડું બોરીચા (રહે સુદામડા, સુરેન્દ્રનગર), લાલો જીવા ગોવાળિયા(રહે. બોટાદ) અને જયદીપભાઇ પટગીર (રહે.વિંછીયા) નું નામ આપતાં વિંછીયા પોલીસે રાયોટીંગ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ.સી.ડામોરની રાહબરીમાં તેઓ અને સાથેના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસીહ જાડેજા, મહેશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તે પહોચતા ગંગાજળ ગામ તરફથી બે કાળા કલરની સ્કોર્પીયો ગાડી તથા એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી ફુલ સ્પીડમાં આવતી હોય અને શંકાસ્પદ જણાતા ત્રણેય ગાડીઓને સમઢીયાળા ગામથી વિંછીયા તરફ જતા થોડે દુર રોડ ઉપર અટકાવી ચેક કરતા કાળા કલરની સ્કોર્પીયો ગાડી નં. GJ-38-BJ-0111 માં બે શખ્સો બેઠેલ હોય જેનું નામ પૂછતાં પોતાનુ નામ લઘુ નાજ ધાધલ અને સાથેના શખ્સે પોતાનુ નામ પ્રતાપ વલકુ ખાચર જણાવેલ હતું.

બીજા કાળા કલરની સ્કોર્પીયો ગાડી નં. GJ-03-NP-0075 માં ધૃવરાજ ધાધલ તેમજ સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નં. GJ-03-PA-5253 માં જયવંતભાઇ ઉર્ફે જયુભાઇ ધાધલ, રણજીતભાઇ ધાંધલ બેસેલ હતા ત્રણેય વાહનોની તલાસી લેતાં કાળા કલરની સ્કોર્પીયો ગાડીમાંથી બાર બોરનુ એક ફુટેલ કાર્ટીઝ તથા એક જીવતો કાર્ટીઝ મળી આવેલ તેમજ અન્ય કારમાંથી બે કુહાડી (ફરસી) મળી આવેલ જેથી ત્રણેય વાહનોમાથી મળી આવેલ હથિયાર તથા 12 બોર ના કાર્ટીઝ બાબતે પુછતા લઘુભાઇ ધાધલએ જણાવેલ કે, અમારે મોટા માત્રા ગામના કુલદિપભાઇ ખાચર સાથે વેર-ઝેર ચાલતુ હોય જે અનુસંધાને ગઇ તા.06 ના સાંજના સમયે ઓરી ગામે જતા માત્રા ગામના રસ્તાથી થોડે આગળ કુલદિપભાઇ ખાચર, દેવેન્દ્રભાઈ ઉર્ફે ડેડુ બોરીચા, તથા લાલો ગોવાળીયા, જયદિપ પટગીરએ સાથે મળી અમારી ઉપર હુમલો કરેલ અને તેમા કુલદિપ ખાચરે તેની પાસે રહેલ હથિયારમાંથી અમારી ઉપર ફાયરીંગ કરેલ હોય જેથી મારી પાસે રહેલ લાયસન્સવાળી બાર બોર હથિયારમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કરેલ હતુ.

તેમજ મારી સાથે રહેલ પ્રતાપભાઈ ખાચરએ તેની પાસે રહેલ દેશી કટ્ટામાંથી ફાયરીંગ કરેલ હતુ. કુલદિપ તથા તેની સાથેના માણસો વાહનો લઈને ભાગી ગયેલ હતા. અમારા વાહનો લઇ વિંછીયા જતા હતા ત્યારે પ્રતાપે તેની પાસે રહેલ હથીયાર રોડની જમણી સાઇડમા ફેકી દિધેલ અને વિંછીયા તરફ જતા હતાં.

જે બનાવની ગંભીરતા જોતા તેમ જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને ધ્યાને લઈ અન્ય કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તમામ વાહનો તેમજ આરોપીને વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે લાવેલ હતા

કુલદિપ ખાચર ઘરે હાથમાં પિસ્તોલ સાથે ઘસી જઈ ગાળો આપી વિરોધીને ઉશ્કેર્યા

જ્યારે સામા પક્ષે આંકડીયા ગામ રહેતાં પ્રતાપભાઈ વલકુભાઈ ખાચરએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુલદીપભાઇ શિવરાજભાઇ ખાચર (રહે મોટામાત્રા, વિંછીયા) દેવેન્દ્રભાઈ ઉર્ફે ડેંડું બોરીચા (રહે સુદામડા, સુરેન્દ્રનગર), લાલો જીવા ગોવાળિયા(રહે. બોટાદ) અને જયદીપભાઇ પટગીર (રહે.વિંછીયા) નું નામ આપતાં વિંછીયા પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.01 ના તે કૈલાશ કંપનીની પવનચક્તિની માપણી શીટ માટે ડી.એલ.આર રાજકોટ ગયેલ હતો.

 

બાદ કામ પુરૂ કરી જસદણ થઈ વિંછીયા આવતો હોય ત્યારે સાંજના સમયે સસરા લધુભાઈનો ફોન આવેલ કે, કુલદિપ ખાચર આપણા ઘરે આવેલ અને હાથમાં પિસ્તોલ લઈ ફરી ગાળો બોલતો હતો. જેથી આપણે બધાને ગંગા જળ જવાનુ છે. ત્યારબાદ કૌટુંબીક સાળા ધ્રુવરાજભાઈ ધાંધલને ફોન કરી પુછેલ કે, તુ ક્યાં છો તો આ ધ્રુવરાજે વિંછીયા ઓરી જવાના રસ્તે ઉભો હોવાનુ કહેલ જેથી ત્યાં પહોંચી ધ્રુવરાજને સ્કોર્પીયો ચલાવવા માટે આપેલ હતી

ફરીયાદીની કારને આંતરી ફાયરીંગ કર્યું ત્યાથી આગળ નિકળતા ઓરી ગામ જવાના રસ્તે એક કાળા કલરની સ્કોર્પીયો જેના નંબર પ્લેટ પર 1 લખેલ હતુ, તે આગળ હતી તેના ચાલકે સ્કોર્પિયો ત્રાસી કરી કાચ ખોલી કારની પાછળની સીટમાં બેસેલ કુલદિપભાઈ ખાચરે અચાનક જ બે રાઉન્ડ પિસ્તોલમાંથી ફાયરીંગ કરેલ પરંતુ કોઈ ઇજા થયેલ ન હતી. આ કુલદિપની સાથે ગાડીમા દેવેન્દ્ર ઉર્ફે ડેડુ બોરીચા, લાલો ગોવાળીયા અને જયદિપ પટગીર બેસેલ હતા. બાદમાં ફરીયાદીના સસરા લઘુભાઈ સહિતના એક ફોર્ચુનર અને સ્કોર્પિયો લઈ તરત પાછળ આવી ગયેલ હતાં.

 

બાદ તેની પાછળ ગયેલ જ્યા ઓરી ગામ પહેલા જ કુલદિપે ફરીથી સ્કોર્પીયો કાર બાજુ ફરીયાદીને મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરેલ હતુ. જેના બદલામાં ફરીયાદીએ પણ ફાયરીંગ કરેલ જે બાદ કુલદીપ તેની ગાડી લઈ ભાગી જતા ગાડી ન દેખાતા ગંગાજળ તરફ ગયેલ અને બાદ તેઓ પોત-પોતાની ગાડી લઈને વિંછીયા તરફ આવતા હોય ત્યારે પોલીસે રોકેલ હતા

એસપી વિજયસિંહ ગુર્જર ઘટનાસ્થળે દોડી ગયાં, કડક કાર્યવાહીની

વીંછીયામાં થયેલ સામ સામા ફાયરીંગના બનાવથી પંથકમાં ભય ફેલાયો હતો. જે ઘટનાની બનાવની ગંભીરતા જોઈ એસપી વિજયસિંહ ગુર્જર, એએસપી નવીન ચક્રવતી સહિતના અધિકારીઓ પણ દોડી ગયાં હતા અને ફરાર આરોપીને તુરંત પકડી પાડવા અને કડક કાર્યવાહીની સૂચના આપી હતી.