error: This Content is protected !!

જસદણ નગરપાલિકામા ચેરમેન કાજલબેન ઘોડકીયા ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક મળી રૂ,5 કરોડોના વિકાસ કામોને બહાલી

સ્નાન ઘાટ પાણીની પાઇપલાઇન રોડ રસ્તા નાળા પુલીયા ગંદા પાણી નિકાલની ગટરો જોવા વિવિધ વિકાસના કામો આગામી સમયમાં શરૂ થશે

 

જસદણ નગરપાલિકાના મીટીંગ હોલ ખાતે કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયાના અધ્યક્ષસ્થાને કારૉબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રૂપિયા પાંચ કરોડોના વિકાસના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી જૅમા રૉડ રસ્તા, ગટર, સ્નાનઘાટ, નાળા જેવાં અનેક વિકાસના કામો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે કારોબારી મિટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા, હેડ ક્લાર્ક પ્રતાપભાઈ સોલંકી અને કારોબારીના ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા કારોબારી સભ્યો પીવીભાઈ ભાયાણી બીજલભાઇ ભેંસજાળિયા રફિકભાઈ ગોગદા નુતનબેન ઠૉળીયા ઉપસ્થિત રહ્યાં હતાં આતકૅ કારોબારી ચેરમેન કાજલબેન જણાવ્યું હતું કે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં મંજૂર થયેલા કરોડો રૂપિયાના વિવિધ વિકાસકામોના ખાતમુરત કરવામાં આવશે