નાણાં ભરપાઈ કરી દીધા છે કહેતાં જ કોટડા પીઠાના પિતા-પુત્રો ઉશ્કેરાયા ભંગારના ધંધાર્થી પર છરીથી હુમલો
રાજકોટ લોહાનગર લિજ્જત પાપડ પાસૅના મફતીયાપરા નો બનાવ પિતા-પુત્રો સામે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધાયો
રાજકોટના લોહાનગર લિજ્જત પાપડ પાછળ આવેલ મફતિયાનગરમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા વિજયભાઈ રામદાસભાઈ ચૌહાણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં
આરોપી તરીકે બાબરાના કોટડાપીઠા ગામે રહેતા કેશુ માથાસુરિયા, સંજય કેશુ અને જાડો કેશુનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર ફરિયાદી વિજયભાઈએ દોઢેક વર્ષ પહેલાં કોટડાપીઠાના કેશુભાઈ માથાસુરિયા પાસેથી રૂ.5 લાખ હાથ-ઉછીના લીધા હતા. દરમિયાનમાં મંગળવારે આરોપી કેશુભાઈ તથા તેમના બે પુત્ર વિજયભાઈના ઘરે નાણાંની ઉઘરાણી અર્થે આવ્યા હતા. વિજયભાઈએ ‘રકમ પરત ચૂકવાઈ
ગઈ છે’ તેમ જણાવતાં જ ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. કેશુભાઈના પુત્ર સંજયે નેફામાંથી છરી કાઢી વિજયભાઈ પર હુમલો કરવા જતાં, બચાવ કરવા જતાં વિજયભાઈના ડાબા હાથની આંગળી પાસે છરી વાગતાં લોહીલુહાણ થઈ ગયા હતા. ભાણેજે આવીને વધુ મારથી બચાવ્યો હતો. ઈજાગ્રસ્તને 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.