જસદણ કોટડીયા હોસ્પિટલમાં 15 મી ઓગસ્ટ 80 માં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે લાલજીભાઈ કોટડીયાએ ધ્વજવંદન
ડો પંકજ એલ કોટડીયા હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ ડોક્ટર હાઉસ દ્વારા રાષ્ટ્રગાન સાથે ધ્વજ વંદન કર્યું
જસદણના બાયપાસ રોડ ખાનપુર ચોકડી પાસે આવેલ નવી કોટડીયા હોસ્પિટલ ડોક્ટર હાઉસ ખાતે 15 મી ઓગસ્ટ 80 માં સ્વાતંત્રતાના પાવન પર્વની ઉજવણી કરવામાં કોટડીયા હોસ્પિટલ ડો. કેતન પટેલના આયોજન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. પંકજ એલ કોટડીયા ડૉટરહાઉસ નો તમામ નર્સિંગ સ્ટાફ ડોક્ટરો સહિત આગેવાનો ઉપસ્થિત રહી રાષ્ટ્રગાન સાથે ધ્વજ વંદન કર્યું હતું આ તકે ડૉ પંકજ કોટડીયા ના પિતા લાલજીભાઈ કોટડીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સમગ્ર હોસ્પિટલ પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.