ચેમ્બર ની ફરિયાદ બાદ બેંકની શાન ઠૅકાણૅ આવી બેંક ઓફ ઇન્ડિયાની જસદણ શાખાના બ્રાન્ચ મેનેજરૅ તહેવારનો સમય જાળવ્યો સિક્કા ચિલ્લર નું વિતરણ
ચમત્કાર વગર નમસ્કાર નહીં દુકાને દુકાને જઈને બેન્ક કર્મચારીઓ દ્વારા ચિલ્લર સિક્કા પરચુરણનું વિતરણ કરવામાં આવતા વેપારીઓમાં રાહત
જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપારી મહામંડળની રજૂઆતને પગલે તાજેતરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જસદણ શાખાની શાન ઠૅકણૅ આવી વેપારીઓ ને પરચુરણ વિતરણ કરવામાં આવ્યું હતું જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં સ્ટેટ બેન્ક ઓફ ને ઈન્ડિયાની જસદણ શાખા ખાતે રૂબરૂ જઈને સ્ટેટ બેન્કમાં કરન્સી ચેસ્ટની સુવિધા ચાલુ રાખવા તેમજ વેપારીઓને વૅપાર માટે જરૂરી રીરે પરચુરણ વિતરણ કરવાની રજૂઆત કરી હતી ચેમ્બરની ફરિયાદ બાદ બેંકની શાન ઠેકાણે આવી ચમત્કાર વગર નમસ્કાર નહીં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જસદણ શાખાના
મેનેજર દ્વારા તાત્કાલિક ધોરણે વેપારીઓને પરચુરણ વિતરણ કર્યું હતું. જસદણના મેનેજરની સૂચનાને પગલે બેન્કના કર્મચારીઓ દ્વારા જસદણ શહેરમાં દુકાને દુકાને જઈને વેપારીઓને રૂપિયાના સિક્કાઓ પરચુરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના તહેવાર નજીક છે અને બજારમાં વેપારીઓને સારી ઘરાગી છે ત્યારે વેપારીઓને વેપાર માટે ઉપયોગી પરચુરણ વિતરણની કામગીરી કરવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા મહામંત્રી ભરતભાઈ ધારૈયા સહિતના આગેવાનોની રજૂઆતને સફળતા મળી છે