error: This Content is protected !!

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રગાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળા ખાતે 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી

જૅમા મુખ્ય મહેમાન મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર (ASI) હિરલબેન વજાભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌએ સલામી આપી વંદે માતરમ્ અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વશરામભાઈ તાવિયા, સરપંચ આંબાભાઈ મકવાણા, એસ.એમ.સી કમિટીના અધ્યક્ષ શામજીભાઈ ડેકાણી, ડૉ. બટુકભાઈ પરમાર ભરતભાઈ ગોંડલિયા સહિત ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યાં હતાં.

ડૉ. બટુકભાઈ પરમાર અને ASI હિરલબેન રાઠોડે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આચાર્ય અમીનભાઈ દરેડિયાએ અને આભારવિધિ મેણીયા ડાયાભાઈઍ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.