error: This Content is protected !!

વિંછીયાના ગઢાળા પ્રાથમિક શાળાના આચાર્ય નિતાબેન લીંબાણીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

વિંછીયા તાલુકાની ગઢાળા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી લીંબાણી નીતાબેનને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક 2026-2027 એનાયત કરવામાં આવ્યો.

11 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા નીતાબેનના વિશેષ પ્રયાસોને લઇને તેમનું સન્માન કરવામાં આવ્યું.બાલવાટિકાનાં બાળકોનું શાળામાં નામાંકન અને સ્થાયીકરણ થાય તે માટે તેમને કરેલા અનોખા પ્રયોગોને લીધે તેઓને આ સન્માન મળ્યું છે.રમકડા દ્વારા શિક્ષણ, પપેટ દ્વારા શિક્ષણ અને પ્રવૃત્તિ સભર વર્ગખંડ બાળકોને આનંદદાયી શિક્ષણ પૂરું પાડે છે.5 September શિક્ષક દિન નિમિતે રાજકોટ જિલ્લાવહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન નિમિતે માનનીય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી દિક્ષિત પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું.જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના મેડમ નિશાત બેન બાબી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન હીરપરા સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપણે નહીં આપણું કામ બોલે મહાન કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના આ સૂત્રને સાર્થક કરનાર નીતાબેન સમગ્ર વિંછીયા તાલુકાનું ગૌરવ વધાર્યું છે