error: This Content is protected !!

શાપરથી ઝડપાયેલા જસદણ અનૅ ચૉટીલાના શખ્સો મોબાઈલના નેટવર્ક માટેના ડિવાઇસ દિલ્હીથી મૉકલી રશિયામાં બમણી કિંમતે વેંચતા હતા

નાની લાખાવડ અને ધારૈઇની ટોળકી એ રાજકોટ અને અમદાવાદથી ૨૨ ડિવાઇસની ઉપર ચોરી કરી હતી પરપ્રાંતિય શખ્સની સંડોવણી ખુલી

 

મોબાઇલ ટાવર પર નેટવર્ક માટે લગાડવામાં આવતા એઝેડએનએ નામના ડિવાઈસની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો જસદણ તાલુકાના નાની લાખાવડ ના જયદીપ બાવળીયા તથા ચોટીલા તાલુકાના ધારૈઇ ના રાહુલ સતવાણી અને ધર્મેશ મેવાસીયાને ઝડપી લીધા બાદ તપાસ કરતા આ ટોળકી ચોરાઉ ડિવાઇસ રશિયામાં વેંચતી હોવાનો ખુલાસો થયો છે.

શાપર પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એઝેડએનએ ડિવાઈસની કિંમત અંદાજે રૂા.૭૦ હજાર આસપાસ હોય છે. રશિયામાં તેના રૂા.૧.૪૦ લાખ આસપાસ ઉપજે છે. આ જ કારણથી ઝડપાયેલી ટોળકી દિલ્હીથી ચોરાઉ ડિવાઇસ રશિયા મોકલી દેતી હતી.

અત્યાર સુધીની તપાસમાં આ ટોળકીએ ૨૨ જેટલા ડિવાઈસની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. જે અંગે શાપર ઉપરાંત રાજકોટ પોલીસમાં ગુના નોંધાયા છે. એક પરપ્રાંતિય શખ્સની પણ સંડોવણી ખુલી છે. ખરેખર આ ટોળકી કેટલા સમયથી આ ડિવાઈસની ચોરી કરતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે ઓછા ચાર અને વધુમાં વધુ આઠ એઝેડએનએ ડિવાઇસ લગાડવામાં આવે છે. જો એકપણ ડિવાઈસની ઘટ્ટ પડે તો તેની સીધી અસર મોબાઇલના નેટવર્ક ઉપર પડે છે 

આ જ કારણથી આ ડિવાઈસ

મેટવર્ક માટે અતિ સંવેદનશીલ

ગણવામાં આવે છે