error: This Content is protected !!

બોટાદના કનિયાડ સરકારી માધ્યમિક શાળા ખાતે સ્વતંત્ર દિનૅ સાંસ્કૃતિક ગાન કૃતિઓ નૃત્ય સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી

બોટાદ તાલુકાના કાનિયાડ ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 15 મી ઓગષ્ટની 80 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન સરપંચ ઈશ્વરભાઈ ધરજીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સૌ નાગરિકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને દેશભક્તિ, આઝાદી, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણના મહત્વ અંગે શાળાના આચાર્ય (વર્ગ-2) શ્રી રાજેશકુમાર જોધાણી દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમનું ખાસ આકર્ષણ શાળાના વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યાં હતાં. વિધાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. બાળકોની ઉત્સાહભરી સાંસ્કૃતિક કૃતિઓને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ ઉપ સરપંચ સભ્યશ્રીઓ, સામાજિક આગેવાનશ્રીઓ, SMDC સભ્યશ્રીઓ, ગ્રામજનો, વાલીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ સહિત તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાનાં આચાર્યશ્રીના માર્ગદર્શનથી નોડલ શિક્ષક ધર્મેશભાઈ ડાભી મિત્તલબેન પરમાર રામજીભાઈ શિહોરાની આગેવાનીમાં શાળા પરિવારના સૌ શિક્ષક ભાઈ-બહેનોના સાથ-સહકારથી કાર્યક્રમને સુંદર રીતે સફળતાપૂર્વક સંપન્ન કરેલ. કાર્યક્રમને અંતે શાળાના શિક્ષક મુકેશભાઈ બાવળીયા દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યોહતો