error: This Content is protected !!

ચોમાસામાં આપમેળે ઉગતા કુદરતની ભેટ સમા ઓર્ગેનિક કંકોડા આરોગવાના અઢળક ફાયદા પ્રાકૃતિક કંટોલાનૅ સૌથી તાકાતવાર બકાલુ માનવામાં આવે છે

ચોમાસામાં આપમેળે ઉગતા કુદરતની ભેટ સમા ઓર્ગેનિક કંકોડા આરોગવાના અઢળક ફાયદા પ્રાકૃતિક કંટોલાનૅ સૌથી તાકાતવાર બકાલુ માનવામાં આવે છે 

 

ચૉમાસામા કુદરતી રીતે ઊગી નીકળતા સંપૂર્ણ ઓર્ગેનિક અને વેજીટેબલ નો રાજા શરીર માટે ગુણકારી એવા સીમ વગડાવો શેઢા પાળે અને સાંકડી નેવાળીઓમાં જાતે ઊગી જતાં કંકોડા પણ આ વર્ષે ત્રણ ગણા ભાવે વેચાઈ રહ્યા છે. સામાન્ય રીતે જન્માષ્ટમી અને શીતળા સાતમમાં કંકોડાના શાકનું એક આગવું મહત્ત્વ રહ્યું છે. પરંતુ આ વર્ષે વરસાદની નિયમિતતા જળવાતા શહેરોમાં તેના ભાવ હોલાસેલમાં રૂ.૨૦૦ના કિલો અને રીટેલમાં રૂ.૪૦૦ના કિલો વેચાઈ રહ્યા છે. જો કે આ વખતે ભાવ વધતાં જ્યાં જ્યાં વેલામાં ઊગે છે તે ખેડૂતોને તેનું સારું વળતર મળી રહ્યું છે સામાન્ય રીતે દર સાલ કંકોડા હોલ સેલમાં ૫૦ રુપિયે કિલો મળી જતા હોય છે પરંતુ આ વર્ષે હોલસેલમાં તેનો ભાવ ૨૦૦ રૂપિયા સુધી આંબી જતા મધ્યમ વર્ગના લોકો માટે સરળ પ્રાપ્ય એવા કંકોડા કિંમતમાં ખાસા કડવા સાબિત થયા છે. ખાસ કરીને ગુજરાતના શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોના શાકભાજીના બજારોમાં કંકોડાના ભાવ અઢીસો ગ્રામ માટે પણ સિઝનની શરુઆતમાં ૧૦૦ રૂપિયાથી ઉપર ફરી રહ્યા હતા. હોલસેલના વેપારીઓના મતે તેના ભાવ વધવાનાં મુખ્ય કારણોમાં આ વર્ષે અનિયમિત અને ભારે વરસાદને કારણે કંકોડાના પાકને નુકસાન પહોંચ્યું છે.

 

કુદરતની ભૅટ સમા પ્રાકૃતિક કંકોડાના અઢળક ફાયદા 

 

 કંકોડાને કડવા અને તીવ્ર રસવાળી અને કફનાશક શાકભાજી માનવામાં આવે છે, જે પાચનમાં અગ્નિ વધારી અપચો, આફરો તથા પેટના દુખાવામાં રાહત આપે છે

ડાયાબિટિસના દર્દીઓમાં તે બ્લડ સુગર નિયંત્રણમાં મદદરૂપ થાય છે, ખાંસી-શ્વાસ જેવી શ્વસન સમસ્યાઓ પણ દૂર કરે છે.

રક્તશુદ્ધિ કરી કોઢ અને પિત્તવિકારમાં લાભ આપે છે. તે મૂત્રવર્ધક હોવાથી પથરી અને પેશાબની તકલીફમાં હિતકારી છે.

તાવ, હરસ, હૃદયરોગ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થતી હોવાથી લોકો સદીઓથી ચોમાસા દરમ્યાન તેનું સેવન કરે છે