error: This Content is protected !!

સેવા મેરા યોગદા અંતર્ગ કાલે જસદણ વિછીયા કોટડા સાંગાણી સાણથલી સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમા આજૅ યોજાશે વિશેષ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ

જસદણ વિંછીયા કોટડા સાંગાણી સહિત રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અને તંદુરસ્તી જાળવવાના આજૅ તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જિલ્લાના વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશેષ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય કેમ્પમાં પી.ડી.યુ. હોસ્પિટલ, પદ્મકુવરબા જનરલ હોસ્પિટલ તથા ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબોની ટીમ તેમજ CHCના ગાયનેકોલોજિસ્ટ્સ અને મેડિકલ ઓફિસરો દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પ મોટી મારડ, કુવાડવા, કોલીથડ, સાણથલી, વીરપુર, જામકંડોરણા, ભાયાવદર, કોટડા સાંગાણી, શાપર, પડધરી અને વિંછિયા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, રાજકોટ દ્વારા તમામ નાગરિકોને આ હેલ્થ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.